AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Viral video : રોબોટ સાથે માણસ રમ્યો ‘ચોકડી મીંડુ’, છેલ્લી ચાલે તો કરી ગડબડ

Funny Viral video : મશીન પર લોકોની નિર્ભરતા ખૂબ વધી ગઈ છે. એટલા માટે કે લોકો હવે મશીનથી પણ ચોકડી-મીંડુ રમવા લાગ્યા છે. આવો જ એક વીડિયો આજકાલ લોકોમાં ચર્ચામાં છે. જેમાં અંતમાં રોબોટે એવી કરતબ કરી કે લોકો જોતા જ રહી ગયા.

Funny Viral video : રોબોટ સાથે માણસ રમ્યો 'ચોકડી મીંડુ', છેલ્લી ચાલે તો કરી ગડબડ
Zero Cross Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 7:30 AM
Share

એક પછી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર અને વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટા ભાગના એવા હોય છે કે તેમની અલગ અને અનોખી સ્ટાઈલને કારણે તેઓ લોકોની પસંદગી બની જાય છે, જેને લોકો વારંવાર જોવાનું પસંદ કરે છે અને તે વીડિયો ટૂંક સમયમાં છવાઈ જતો હોય છે. ઘણી વખત આ વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, જ્યારે ક્યારેક કેટલાક વીડિયો સામે આવે છે જે આપણને વિચારવા મજબૂર કરી દે છે. આવી જ એક ક્લિપ આજકાલ આપણી સામે આવી છે. જેને જોયા પછી તમે પણ કહેશો- એવું લાગે છે કે મશીને પણ જીતવા માટે છેતરપિંડી શરૂ કરી દીધી છે.

મશીને આજે માણસના જીવનમાં ક્રાંતિ લાવી છે. આપણે બેંકિંગ, રોજગાર, પ્રવાસન, શિક્ષણ અને ઓનલાઈન ખરીદીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકીએ છીએ. આ સગવડ સમય અને પૈસા બંનેની બચત માટે ફાયદાકારક છે પરંતુ આ દિવસોમાં મશીન પર લોકોની નિર્ભરતા ખૂબ વધી ગઈ છે. એટલા માટે કે લોકો હવે મશીનથી પણ ચોકડી મીંડુ રમવા લાગ્યા છે. હવે આ વીડિયો તમે જ જુઓ જ્યાં એક માણસ રોબોટ સાથે ચોકડી મીંડુ ગેમ રમી રહ્યો છે. પરંતુ અંતે તેની સાથે કંઈક એવું થાય છે. જેની તેણે ભાગ્યે જ કલ્પના કરી હોય!

આ પણ વાંચો : YouTube Funny Video : કાકાએ ઠંડીથી બચવા આટલા કપડાં પહેર્યા, ગણીને થાકી જશો, જુઓ Viral Video

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફાજલ સમયમાં રોબોટ સાથે ચોકડી મીંડુ ગેમ રમી રહ્યા છે. બંને ઈલેક્ટ્રોનિક બોર્ડ પર ચોકડી મીંડુ રમી રહ્યા છે. જ્યાં વ્યક્તિ પ્રથમ ચાલ કરે છે અને તે ક્રોસ લખે છે… ત્યારબાદ રોબોટ જવાબમાં શૂન્ય લખે છે… પછી, વ્યક્તિ બીજા બોક્સમાં ક્રોસ મૂકે છે અને પછી રોબોટ પણ જવાબ આપે છે. ત્રીજી ચાલમાં જ્યારે વ્યક્તિ નીચેની હરોળમાં ક્રોસ કરીને રોબોટને મૂંઝવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અહીં રોબોટ બોક્સની બહાર જાય છે અને પ્લેબોર્ડની બહાર એક વર્તુળ બનાવીને ત્રણ શૂન્યને મર્જ કરે છે અને હાવભાવમાં કહે છે કે તે જીતી ગયો છે.

આ વીડિયો ટ્વિટર પર H0W_THlNGS_W0RK નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું કે, જ્યારે રોબોટ્સ outside the box વિચારે છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી સાત લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">