રોડ પર વાહનોને લગતી મુશ્કેલીઓ દરરોજ જોવા મળે છે. જે વાત કરીને ઉકેલાય જાય છે. જો કે, ક્યારેક એવું બને છે કે ટ્રાફિક જામના કારણે લોકો વચ્ચે ઝઘડા જોવા મળે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી આ દિવસોમાં સામે આવ્યો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલકે ચારરસ્તા પર રાઈફલ કાઢીને ત્યાં હાજર લોકોને ચોંકાવી દીધા હતા. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો કાનપુરના સિસામૌ વિધાનસભા ક્ષેત્રના નઝીરાબાદ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર છે. અહીં રસ્તાની વચ્ચે ગુંડાગીરીનો આવો વીડિયો જોવા મળ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે એક યુવક ફિલ્મી સ્ટાઈલમાં રસ્તાની વચ્ચે પોતાની કાર રોકે છે અને ફૂલો ખરીદવા નીચે ઉતરે છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.
લોકો હોર્ન વગાડી રહ્યા છે પરંતુ વ્યક્તિને તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ દરમિયાન, એક વ્યક્તિ તેના હાથમાં રાઇફલ ગાડીમાંથી નીચે આવે છે અને કોઈ પણ સમય બગાડ્યા વિના, તે વ્યક્તિ પાસે પહોંચે છે જેની કાર રસ્તો રોકી રહી હતી. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ મડાગાંઠને કારણે સંપૂર્ણ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક વાહનો થંભી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ જોયા બાદ યુઝર્સ તેના પર જોરદાર ફીડબેક આપી રહ્યા છે.
कानपुर के सीसामऊ में बीच सड़क पर खड़ी कर दी कार, लोगों ने जब कार हटाने को कहा तो निकाल ली बंदूक #Kanpur #ViralVideo pic.twitter.com/bRGzx2xQpt
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 13, 2024
એક યુઝરે લખ્યું કે ‘આ દબંગ માણસ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને તે પોતાની રાઈફલ બહાર કાઢતા પહેલા બે વાર વિચાર કરે.’ બીજાએ લખ્યું કે ઈસ ગોલે પર બડે હી ખતરનાક લોક રહેતે હૈ ભાઈ, જ્યારે અન્ય એકે લખ્યું કે જો આ વ્યક્તિ રાઈફલ લઈને ફુલ વાળા પાસે જતો તો ટાઈમ લાગતો નહીં, જ્યારે ફુલ પણ તેને મફતમાં મળી ગયા હોત, અન્ય ઘણા લોકોએ આ વીડિયો પર પોતાના પ્રતિભાવ આપ્યા છે.
નોંધ: આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોની પુષ્ટ્રી TV9 ગુજરાતી કરતુ નથી.
આ પણ વાંચો: Semiconductor સેક્ટરમાં 10 લાખ નોકરીઓનું થશે સર્જન, જાણો ક્યારે અને કોને મળશે લાભ