અરરર…. હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું, ભયાનક સાપને ઘસી-ઘસીને નવડાવ્યો

|

Dec 02, 2022 | 8:07 AM

ઘણી વાર વ્યક્તિએવું કામ કરતાં હોય છે કે લોકો જોતાં જ રહી જાય છે. એવું જ આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ કોબ્રાને બાથરૂમની અંદર બાળકની જેમ ઘસીને તેને નવડાવતો જોવા મળે છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. કારણ કે, આવો નજારો તમે ભાગ્યે જ જોયો હશે.

અરરર.... હવે આ જ જોવાનું બાકી રહ્યું હતું, ભયાનક સાપને ઘસી-ઘસીને નવડાવ્યો
cobra bath video

Follow us on

પૃથ્વી પર જો કોઈ ઝેરી પ્રાણી હોય તો તે સાપ છે. દેખાવમાં નાનો હોય કે મોટો, જો કાપવામાં આવે તો તે કોઈના પણ કામ તમામ કરી શકે છે. તો ભાઈ, એમનાથી દૂર રહેવું સારું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ બાથરૂમની અંદર સાપને બાળકની જેમ ઘસી-ઘસીને નવડાવતો જોવા મળે છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. કારણ કે, તેમાં દેખાતો સાપ કોબ્રા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાથરૂમની અંદર એક મોટો કોબ્રા બેઠો છે. નવાઈની વાત એ છે કે અંદર તેની સાથે એક માણસ પણ છે. માણસ સાપથી બિલકુલ ડરતો નથી. તેના બદલે, તે સાપને તેની ફેણથી પકડીને બાળકની જેમ સ્નાન કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ પણ નહાવાની ખૂબ મજા માણી રહ્યો છે. આ દરમિયાન તે મોઢામાંથી મગ ખેંચવાનો પણ પ્રયાસ કરે છે. વીડિયોએ નેટીઝન્સનું મગજ ચકરાવે ચડી ગયું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહીં, સાપને નવડાવતા માણસનો વીડિયો જુઓ

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર sakhtlogg નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે કે, ‘ઠંડા પાણીથી નહાવું જોઈએ’. થોડા કલાકો પહેલા શેર કરાયેલા આ વીડિયોએ લોકોના હોશ ઉડાવી દીધા છે. વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ દંગ રહી ગયા છે.

એક યુઝરે લખ્યું છે કે, તેણે સાપને પાળી રાખ્યો છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, હર હર મહાદેવ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, સાપને જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ છે. એકંદરે, લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને દરેક વખતે તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

Next Article