Viral Video: વ્યક્તિએ પશુઓને મચ્છરથી બચાવવા અપનાવ્યો દેશી જુગાડ, લોકોએ કહ્યું- ‘જુગાડ ઓફ ધ યર’
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારતમાં કેટલાક લોકો જુગાડનો ઉપયોગ કરીને દેશી રીતે પોતાનું કામ કરે છે અને લોકો જોતા જ રહે છે.

એવું કહેવામાં આવે છે કે વિશ્વની સૌથી શાનદાર વ્યક્તિ તે છે જે ઓછા સંસાધનો સાથે પણ પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે કરી શકે, આ માટે ઘણા લોકો જુગાડનો આશરો લે છે. તેમની સર્જનાત્મકતાના પુરાવા દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેવી જ ગરમીની સીઝન આવે છે, માખી અને મચ્છરનો ત્રાસ વધી જાય છે, જેને ભગાડવા માટે લોકો અલગ અલગ દેશી ઉપચાર કરે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ભારતના લોકો દરરોજ નવા નવા દેશી જુગાડ બનાવવામાં વ્યસ્ત છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ભારતમાં કેટલાક લોકો જુગાડનો ઉપયોગ કરીને દેશી રીતે પોતાનું કામ કરે છે અને લોકો જોતા જ રહે છે.
जुगाड़ ऑफ द ईयर… pic.twitter.com/u4bTgtNTRp
— Arvind Chotia (@arvindchotia) September 5, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગરમીથી રાહતની સાથે સાથે માખીઓ અને મચ્છરોને ભગાડવા માટે અદ્ભુત યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ઉનાળાની ઋતુ આવતાની સાથે જ માખીઓ અને મચ્છરો કરડવા લાગે છે તેથી જ લોકો તેનાથી છુટકારો મેળવવા માટે અવનવા ઉપાયો અજમાવતા રહે છે.
લીમડાના પાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે
સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઈરલ થઈ રહ્યો છે તે એક ગૌશાળાનો છે. જેમાં વ્યક્તિએ લીમડાના પાન દ્વારા પંખાનો ઉપયોગ કરી પશુઓને માખીઓ અને મચ્છરોથી બચાવવા સાથે ગરમીથી રાહત મેળવવા માટે કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લીમડાના પાનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. સ્ટેન્ડ પંખાની મદદથી ગાય ભેસ બાંધેલી જગ્યાઓ પર ધુમાડો ફેકવામાં આવે છે. જેથી લીમડામાંથી નીકળતો ધુમાડો બધે ફેલાઈ જાય છે.
કેપ્શનમાં લખ્યું છે કે જુગાડ ઓફ ધ યર
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @arvindchotia નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે જુગાડ ઓફ ધ યર. એટલું જ નહીં, આ વીડિયોને અત્યાર સુધીમાં 432Kથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. લોકો આ વ્યક્તિના જુગાડને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ પોતાની ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…