હસવુ જરૂરી છે: બીવે એ બીજા, ઝેરીલા સાપને લુંગીને નાખીને ચાલતો થયો આ શખ્સ, જુઓ VIDEO

|

Dec 26, 2022 | 9:05 AM

એક ભારતીય ઝેરીલા સાપને પકડીને તેની સાથે રમે છે અને બાદમાં તેણે પહેરેલી લુંગીમાં જાણે રમકડું હોય તેમ મૂકી દે છે. તેને જરાય ડર નથી કે સાપ કરડે તો શું થશે.

હસવુ જરૂરી છે: બીવે એ બીજા, ઝેરીલા સાપને લુંગીને નાખીને ચાલતો થયો આ શખ્સ, જુઓ VIDEO
Viral Video Image

Follow us on

સાપને દુનિયાના સૌથી ખતરનાક જીવોમાં ગણવામાં આવે છે, તેને જોઈને જ લોકોની હાલત ખરાબ થઈ જાય છે. લોકો જીવતા સાપ પાસે ડરતા નથી, જો મૃત સાપને સ્પર્શ કરવાનું કહેવામાં આવે તો પણ લોકોના રૂવાડા ઉભા થઈ જાય છે. જો કે એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સાપની 2 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તમામ સાપ ઝેરી નથી હોતા.એવા થોડા જ સાપ છે જેમાં ઝેર જોવા મળે છે અને આવા સાપથી દૂર રહેવું વધુ સારું છે. હાલ સોશિયલ મીડિયા પર સાપને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવમાં, આ વીડિયોમાં એક વ્યક્તિ માત્ર ઝેરીલા સાપ સાથે રમતા જ નથી દેખાઈ રહ્યો છે, પરંતુ તેને કોઈ પણ ડર વગર પોતાની લુંગીમાં રાખે છે અને આરામથી ત્યાંથી જતો રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ વિદેશીઓ સાપને પકડવા માટે રોકાયેલા છે. બે લોકોના હાથમાં કોથળો છે, જ્યારે ત્રીજો વ્યક્તિ સાપને પકડીને કોથળામાં મૂકવાનો પ્રયાસ કરે છે. તે સાપને પકડીને કોથળામાં મૂકે છે. આ પછી, અન્ય એક દ્રશ્યમાં બતાવવામાં આવ્યું છે કે એક ભારતીય ઝેરીલા સાપને પકડીને તેની સાથે રમે છે અને બાદમાં તેણે પહેરેલી લુંગીમાં જાણે રમકડું હોય તેમ મૂકી દે છે. તેને જરાય ડર નથી કે સાપ કરડે તો શું થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જુઓ સાપનો ખતરનાક વિડિયો

 

આ ખરેખર આનંદદાયક વિડિયો છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામના ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘વિશ્વ વિરુદ્ધ ભારત’. માત્ર 43 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

Next Article