AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 12 વર્ષની બાળકીએ ઉપરા-છાપરી મુક્કા મારી ઝાડના છોતરા કાઢી નાખ્યા, જુઓ આ વીડિયો

વીડિયોમાં 12 વર્ષની બાળકી જે ઝડપે ઝાડને સતત મુક્કા મારીને તોડી નાખે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. હાલમાં રશિયાની ઈવ્નિકા ( Evnika Saadvakass)નો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

Viral: 12 વર્ષની બાળકીએ ઉપરા-છાપરી મુક્કા મારી ઝાડના છોતરા કાઢી નાખ્યા, જુઓ આ વીડિયો
Russian girl Evnika Saadvakass Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 3:24 PM
Share

વીડિયોમાં 12 વર્ષની બાળકી જે ઝડપે ઝાડને સતત મુક્કા મારીને તોડી નાખે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. હાલમાં રશિયાની ઈવ્નિકા ( Evnika Saadvakass)નો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.

12 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. ખરેખર, વીડિયોમાં આ બાળકી જે કંઈ કરતી જોવા મળે છે તે જોયા પછી તમે પણ મોંમાં આંગળીઓ દબાવવા લાગશો. બાળકીની ઓળખ ઈવ્નિકા સાદવાકાસ ( Evnika Saadvakass) તરીકે થઈ છે.

આ બાળકી જે ઝડપે ઝાડને સતત મુક્કા મારીને તોડે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. હાલમાં ઈવ્નિકાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ નાનકડી બાળકીની તાકાત જોઈને બધા આશ્ચર્યમાં છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે 12 વર્ષની બાળકી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, તે રશિયાની છે. વાયરલ (Viral Videos) વીડિયો ક્લિપ (Amazing Viral Videos)માં તમે તેને ઝાડ પર મુક્કો મારતા જોઈ શકો છો. ઈવ્નિકા એટલી ઝડપ અને તાકાતથી ઝાડને મુક્કો મારે છે કે ઝાડના છોતરા નીકળી જાય છે.

મુક્કાના પ્રહારથી ઝાડ તૂટી જાય છે. બાળકીનો આ ચોંકાવનારો વીડિયો જોઈને લોકો બાળકીના આ વીડિયોને જોઈ વિચારમાં પડી ગયા છે કે આટલી ઉંમરમાં પણ બાળક આટલું પાવરફુલ હોઈ શકે?

જુઓ કેવી રીતે છોકરીએ મુક્કા મારીને ઝાડ તોડ્યું

ઈવ્નિકા લાંબા સમયથી બોક્સિંગ કરી રહી છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ઈવ્નિકા જ નહીં પરંતુ તેનો આખો પરિવાર બોક્સિંગનો શોખીન છે. તેના પિતા રૂસ્ટ્રમે તેને બોક્સિંગ માટે તૈયાર કરી છે. તે પોતે બોક્સિંગ કોચ છે.

એક અહેવાલ મુજબ ઈવ્નિકા સિવાય તેના 7 ભાઈ-બહેનોને પણ બોક્સિંગનો ઘણો શોખ છે. તેની માતા આનિયા પણ સ્પોર્ટ્સમેન હતી, પરંતુ તે જિમ્નાસ્ટમાં હતી.

આ વીડિયો વેબસાઈટ ધ સન દ્વારા તેના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે જોતા જ વાયરલ થઈ ગયો છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે યુઝર્સ તેને પોતપોતાના એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ઈવ્નિકા ઈન્ટરનેટ જગતમાં તેની ઉંમરની સૌથી મજબૂત બાળકી તરીકે જાણીતી છે. તેની બોક્સિંગનો કોઈ જવાબ નથી. તે જે ઝડપ અને શક્તિથી મુક્કો મારે છે તે જોઈ સૌ કોઈ હેરાન છે. હાલમાં આ રશિયન બાળકીની શક્તિને બધા સલામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Kisan Yojana: 7 લાખ ખેડૂતોએ પરત કરવા પડશે 10માં હપ્તાના પૈસા, વિધાનસભા ચૂંટણી બાદ જાહેર થશે નોટિસ

આ પણ વાંચો: અજગરને ખભે લઈને ફરતા યુવકને જોઈ લોકો સ્તબ્ધ ! viral video જોઈને તમે જ નક્કી કરો યુવકની હિંમત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">