રાત્રે પાર્ક કરેલા બાઈકના પૈડા સવારે હતા જમીનની અંદર, બાઈકની આ હાલત જોઈ ઉડી ગઈ લોકોની ઊંઘ!

Viral Video : કેટલીકવાર લોકોની નાની ભૂલને કારણે લોકો આશ્વર્યમાં મુકાઈ જાય છે. કેટલીવાર મોટુ નુકશાન પણ થાય છે. હાલમાં આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાત્રે પાર્ક કરેલા બાઈકના પૈડા સવારે હતા જમીનની અંદર, બાઈકની આ હાલત જોઈ ઉડી ગઈ લોકોની ઊંઘ!
Viral video
Image Credit source: youtube
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 06, 2022 | 7:30 PM

માણસ માત્ર ભુલને પાત્ર, આ કહેવતો તમે સાંભળી જ હશે. કેટલીકવાર લોકોની નાની ભૂલને કારણે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. કેટલીવાર મોટુ નુકશાન પણ થાય છે. એવા ઘણા વીડિયો તમે જોયા હશે, જેમાં માણસની ભૂલને કારણે એવી ઘટના બને છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં આવા જ એક કિસ્સાનો વીડિયો યુટ્યુબ પર વાયરલ થયો છે. તમિલનાડુના વેલ્લોરમાં રાત્રે એક બાઈક રાત્રે પોતાની નિયમિત જગ્યાએ પોતાની બાઈક પાર્ક (Parked Bike) કરી અને સવારે આવીને જોયુ તો તેની બાઈકના પૈડા જમીનની અંદર હતા. આ જોઈ સવાર સવારમાં બાઈકના માલિક સહિત તે રસ્તા પરના તમામ લોકોની ઊંઘ ઉડી ગઈ. આ ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ ઘટના વીડિયો અને ફોટો તમને પણ આશ્ચર્યમાં મુકશે પણ તેની પાછળની હકીકત તમને હસાવશે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરના ગાંધી રોડ નજીક કાલીઅમ્મન કોઈલ સ્ટ્રીટ પર બની હતી, જ્યાં વેલ્લોર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી મિશન હેઠળ રોડ બનાવી રહી હતી. બાઈકના માલિક એસ મુરુગને તેને એક દુકાનની બહાર એક સામાન્ય જગ્યાએ પાર્ક કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મજૂરોએ ન તો તેમને રોડ બનાવવાના કામ વિશે જાણ કરી અને ન તો તેમને બાઈક હટાવવા માટે કહ્યું અને તે રોડ પર નવો રસ્તો બનાવા સિમેન્ટ ક્રોકિંટ ફેલાવીને રોડ બનાવી દીધો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો

વાહન માલિકે કહ્યું, ‘અમે રાત્રે 11 વાગ્યા સુધી સ્થળ પર હતા, પરંતુ તેઓએ અમને જાણ કરી ન હતી. સવારે જ્યારે હું બાઈક જોવા આવ્યો, ત્યારે હું ચોંકી ગયો હતો. તેઓએ નજીકની ગટર પણ બંધ કરી દીધી છે. હવે વરસાદનું પાણી કેવી રીતે બહાર આવશે?’ વેલ્લોર કોર્પોરેશનના કમિશનર અશોક કુમારે આ ઘટના પછી રસ્તાનું નિરીક્ષણ કર્યું અને વાહન હટાવીને પેચ અપ વર્ક કરવામાં આવ્યું. જો કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે જાણવા નથી મળ્યુ પણ આ ઘટના સાંભળી લોકો ખુબ હસી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati