Viral Video : 60 વર્ષના કાકાને મળી 25 વર્ષની દુલ્હન, બંનેની જોડી જોઈને ઈન્ટરનેટ પર મચી ખલબલી

|

May 10, 2022 | 7:35 AM

અત્યારે ઇન્ટરનેટ પર, જેણે પણ વર-કન્યાનો આ વાયરલ વીડિયો (Viral Video) જોયો છે, તેઓ ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આમાં બંનેની ઉંમર તફાવત પણ ઉડીને આંખે વળગે છે.

Viral Video : 60 વર્ષના કાકાને મળી 25 વર્ષની દુલ્હન, બંનેની જોડી જોઈને ઈન્ટરનેટ પર મચી ખલબલી
Old Groom & Young Bride (File Photo)

Follow us on

એવું કહેવાય છે કે, ‘જોડીઓ આકાશમાં બને છે, અને પૃથ્વી પર મળે છે.’ (Couple Goals) પરંતુ, ઘણીવાર આ વાત તમને આંચકો પણ આપી શકે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયાની (Social Media) તોફાની દુનિયામાં એક એવા વર-કન્યાનો વીડિયો વાઈરલ (Viral Video) થયો છે, જેમની અનોખી જોડી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વાયરલ વિડીયોમાં, વર અને વધુની ઉંમર વચ્ચે એટલું અંતર છે કે, તે જોયા બાદ દરેકના હોશ ઉડી જાય છે. જે વાયરલ વીડિયો સામે આવ્યો છે તે જોઈને લાગી રહ્યું છે કે, તેમના લગ્ન થઈ ચુક્યા છે.

દુલ્હન તેની સાસરીમાં પહોંચી ચુકી છે. વરરાજા અને વધુ બંને એકબીજાની નજીકમાં બેઠા છે, પરંતુ બંનેની ઉંમરમાં લગભગ 35 વર્ષનો તફાવત જણાઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વર-કન્યાની ઉંમરમાં લગભગ 35 વર્ષનું અંતર છે

આ વાયરલ વિડીયો જોયા બાદ, આ વરરાજાને જોઈને કોઈ પણ વ્યક્તિ અનુમાન લગાવી શકે છે કે, તેની ઉંમર 60 વર્ષથી ઓછી નહીં હોય. તેની દાઢી પણ સાવ સફેદ થઈ ગઈ છે, જ્યારે દુલ્હનની ઉંમર લગભગ 25 વર્ષની લાગે છે. આ બંનેની ઉંમરમાં આટલો તફાવત જોઈને બધાને આશ્ચર્ય થાય છે. મજાની વાત એ છે કે, જ્યારે કેમેરામેન વિડિયો બનાવવા માટે દુલ્હન તરફ ફોક્સ કરે છે, ત્યારે તેણી શરમાતો ચહેરો છુપાવે છે. આ વાયરલ વિડીયો જોયા બાદ લોકો અનેક પ્રકારની કમેન્ટ્સ કરી રહ્યા છે.

આ વીડિયોને bhutni_ke_memes નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. નેટીઝન્સ આ અંગે ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની માહિતી મળી રહી નથી. અમુક લોકોને લાગે છે કે, આ કોઈ પ્રેન્ક વિડીયો છે. જયારે એક યુઝરે લખ્યું કે, ‘શું શાનદાર જોડી છે.’ બીજા યુઝરે લખ્યું કે, ‘પૈસા જોઈને આવી છોકરીઓ ક્યાંય પણ લગ્ન કરી લે છે.’

આ વાયરલ વિડીયો જોયા બાદ લોકો આ છોકરીને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. એક નેટીઝન લખે છે કે, ‘શું આ કાકાની પાસે સરકારી નોકરી છે.’ અન્ય એક યુઝર લખે છે કે, ‘મારી પાસે સરકારી નોકરી પણ નથી.’ એક યુઝર કહ્યું કે, ‘ઓરિજનલ દુલ્હો આ વિડીયો શૂટ કરી રહ્યો છે.’ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

 

Next Article