UPSC CSE Main 2020 Result : સિવિલ સર્વિસ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર,આ રીતે કરો ચેક

UPSC CSE Main 2020 Result : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે.

UPSC CSE Main 2020 Result : સિવિલ સર્વિસ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર,આ રીતે કરો ચેક
UPSC CSE Main Result File Image
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 8:10 PM

UPSC CSE Main 2020 Result : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. સિવિલ સર્વિસિસ મેઇન પરીક્ષા તારીખ 08 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2021 ની વચ્ચે લેવામાં આવી હતી.

આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 12 ફેબ્રુઆરી 2020 થી શરૂ થઈ હતી. યુપીએસસી સીએસઈ પ્રિલીમ પરીક્ષાના ઉમેદવારો માટે 04 ઓક્ટોબર 2020 ના રોજ લેવામાં આવી હતી, જેના પરિણામ 23 ઓક્ટોબર 2020 ના રોજ જાહેર થયાં હતાં. પ્રિલિમ પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારો, 08 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાયેલી મેઇન્સની પરીક્ષા આપી હતી. હવે મુખ્ય પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

UPSC CSE Main 2020 Result : પરિણામ ચકાસવા માટે નીચે આપેલા પગલાંને અનુસરો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રથમ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ. હોમ પેજ પર ‘લેખિત પરિણામો’ માટેની લિંક પર ક્લિક કરો. હવે પરીક્ષાના લેખિત પરિણામ પર જાઓ. અહીં ‘સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2020’ પર ક્લિક કરો. હવે પરિણામનું પીડીએફ ફોર્મેટ ખુલશે. ઉમેદવારો તેમના રોલ નંબરની મદદથી પરિણામ ચકાસી શકે છે. પરિણામની પીડીએફ ડાઉનલોડ કરો અથવા પ્રિંટઆઉટ લો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">