ટ્રાફિક જવાનનું સંવેદનશીલ વર્તનઃ આગઝરતી ગરમીમાં બાળકના પગ બળતા હતા, ટ્રાફિક પોલીસે કરી આ કરામત

|

May 21, 2022 | 3:32 PM

ઇન્દૌરના ટ્રાફિક કોન્સ્ટેબલ (Traffic constable) રણજીત સિંહનો ફોટો વાઇરલ થયો છે. આ તપતી ગરમીમાં ચાર રસ્તા પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક જવાને ખુલ્લા પગે ચાલતા નાના બાળકને ગરમીથી બચાવવા જે પગલું ભર્યું તે હાલમાં પ્રશંસાનો વિષય બન્યું છે.

ટ્રાફિક જવાનનું સંવેદનશીલ વર્તનઃ આગઝરતી ગરમીમાં બાળકના પગ બળતા હતા, ટ્રાફિક પોલીસે કરી આ કરામત
Sensitive behavior of a traffic policeman

Follow us on

ઇન્દૌરના ટ્રાફિક કોન્સ્ટેબલ (Traffic Constable) રણજીત સિંહનો ફોટો વાઇરલ થયો છે. આ તપતી ગરમીમાં ચાર રસ્તા (Cross Road) પર ફરજ બજાવી રહેલા ટ્રાફિક જવાને ખુલ્લા પગે ચાલતા કચરો વીણનારા નાના બાળકને ગરમીથી બચાવવા જે પગલું ભર્યું તે હાલમાં પ્રશંસાનો વિષય બન્યું છે.ટ્રાફિક જવાને નાના બાળકને પોતાના પગ પર જ ઉભો રાખી દીધો હતો.

વસીમ બરેલવી સાહેબનો એક શેર છે : ઉસૂલો પે જહાં આંચ આયે ટકરાના જરૂરી હૈ, જો ઝિન્દા હો તો ફિર ઝિન્દા નજર આના જરૂરી હૈ…

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ અંતિમ પ્ંકિત દર્શાવે છે કે જો તમે માણસ છો તો માણસ તરીકે તમારું વર્તન જોવા મળે તે જરૂરી છે. તાજેતરમાં એક પોલીસકર્મીનો ફોટો વાઇરલ થયો છે. જેમાં આગઝરતી ગરમીમાં એક કચરો વીણતો બાળક ચાર રસ્તા પર ઉભો થયો હતો. આ ગરીબ બાળકના પગમાં પહેરવા સ્લીપર નહોતા અને તેણે ટ્રાફિક પોલીસને કહ્યું કે સિગન્લ બંધ છે અને મારા પગ બળે છે મને રોડ ક્રોસ કરાવી દો. આ સમય ટ્રાફિક પોલીસ જવાન રંજીતે કહ્યું કે જ્યાં સુધી ટ્રાફિક અટકતો નથી ત્યાં સુધી મારા પગ પર પગ રાખીને ઉભો રહી જા.

ફોટોમાં જોવા મળે છે કે બાળક ખુલ્લા પગે પોલીસ કર્મચારીના બૂટ પર પગ રાખીને ઉભો રહી ગયો છે. આ ફોટાને કોન્સ્ટેબલ રણજીત સિંહે ફેસબુક પર શેર કરીને લખ્યું હતું કે જેવા આ બાળકે મારા પગ પર રાખ્યો તો મને એવું લાગ્યું કે જાણે ભગવાને મારા પર તેમના પગ મૂકી દીધા હોય. મે આ બાળકને ચંપલ ખરીદી આપ્યા છે અને મને આ અનુભવ જિંદગીભર યાદ રહેશે.

ઉપરાતં શ્યામ મીરા સિઘ નામના યૂઝરે આ ઘટનાને ટ્વિટ પણ કરી હતી.

Published On - 3:31 pm, Sat, 21 May 22

Next Article