RAJKOT : આર્મી જવાન સાથે ટ્રાફિક પોલીસનું ગેરવર્તન, જવાને ન્યાય માટે કોર્ટમાં કરી અરજી

પોલીસે આર્મીમેન પર ફરજ રુકાવટ ફરિયાદ દાખલ કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની સામે આર્મીમેનને માર મારવા અને મોબાઇલ ફોન તોડી દેવાની ફરિયાદ પોલીસે ન લેતા આર્મીમેને કોર્ટમાં અરજી દાખલ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:15 PM

RAJKOT : રાજકોટ ટ્રાફિક પોલીસ ફરી વિવાદમાં આવી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ પર આર્મીના જવાન સાથે ગેરવર્તનનો આરોપ લાગ્યો છે. આ મુદ્દે આર્મી જવાને કોર્ટમાં અરજી કરી છે અને ન્યાયની માગણી કરી છે. આર્મી જવાનનો આરોપ છે કે, 21મી નવેમ્બરે શહેરના ઢેબર ચોકમાં ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારી અલ્કા ટીલાવતે તેમને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ તેમને માર મરાયો હતો.

તો બીજી તરફ રાજકોટ ડીસીપી ઝોન 1એ કર્મચારીનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, આર્મી જવાને મહિલા પોલીસ કર્મચારી પર હાથ ઉઠાવ્યો હતો. જો કે પોલીસે આર્મીમેન પર ફરજ રુકાવટ ફરિયાદ દાખલ કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની સામે આર્મીમેનને માર મારવા અને મોબાઇલ ફોન તોડી દેવાની ફરિયાદ પોલીસે ન લેતા આર્મીમેને કોર્ટમાં અરજી દાખલ કરી ટ્રાફિક PI પરમાર અને ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારી અલ્કા ટીલાવત સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

આર્મી જવાન નિલેશ માઢકે જણાવ્યું હતું કે, 21મી નવેમ્બરે શહેરના ઢેબર ચોકમાંથી પોતે તેમના દીકરા સાથે જઈ રહ્યાં હતા ત્યારે ટ્રાફિક વોર્ડને તેમને અટકાવ્યા હતા અને ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારી અલ્કા ટીલાવતે ઓનલાઇન મેમો આપવાનું કહી દંડ માંગ્યો હતો, જેનો આર્મી જવાને વિડીયો ઉતારતા તેઓનો મોબાઈલ ફોન તોડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જઈ ત્યાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર પરમારે લાફા માર્યા હતા. આર્મી જવાને પોતાની ઓળખ આપી હોવા છતાં ટ્રાફિક પોલીસે તેની સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપો કર્યા હતા. હાલ આ મુદ્દે કોર્ટે 30 દિવસમાં તમામ પુરાવા એકત્ર કરીને તપાસ કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : SURENDRANAGAR : લીંબડી-રાણપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

આ પણ વાંચો : મંજૂરી વગર વૃક્ષો કેમ કાપ્યા ? : વેરાવળમાં 1200 વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">