આજે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ વાંચવું તમારા માટે જરૂરી છે …બચી જશે તમારા 2 કલાક

|

Jun 01, 2022 | 11:57 AM

DRM વડોદરાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર  19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે. ટ્રેન સુરત બાદ આગળ જતા મોડી પડશે. ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે જે બાદ બ્લોકના કારણે ટ્રેન લેટ પડશે.

આજે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ વાંચવું તમારા માટે જરૂરી છે ...બચી જશે તમારા 2 કલાક
વેસ્ટર્ન રેલવે (ફાઈલ તસ્વીર )
Image Credit source: File Photo

Follow us on

પશ્ચિમ રેલવે(western railway)ના વડોદરા ડિવિઝ અંતર્ગતના વડોદરા-સુરત રેલવે વિભાગ(Vadodara-Surat Railway Division)ના કીમ અને સાયન સ્ટેશન વચ્ચે 36 મીટરના સ્ટીલ ગર્ડરના લોન્ચિંગના કારણે એન્જિનિયરિંગ અને પાવર બ્લોક(engineering and power block) લેવામાં આવશે. આ કારણે આજે 1લી જૂન 2022ના રોજ પશ્ચિમ રેલવે અંતર્ગત રેલ વ્યવહાર પ્રભાવિત થશે. સૂત્રો અનુસાર ૫ ટ્રેનના મુસાફરોને તકલીફનો સામનો કરવો પડશે. રેલવે દ્વારા ૧ ટ્રેડ રદ કરવામાં આવી છે જયારે ૪ ટ્રેન ૧૦ મિનિટથી લઈ ૨ કલાક ૨૦ મિનિટ સુધી મોડી ચાલશે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ રેલ વ્યવહાર રાબેતામુજબ કાર્યરત કરાશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ ટ્રેનના મુસાફરો પ્રભાવી થશે

  • ટ્રેન નંબર 09082 ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ રદ્દ કરવામાં આવી છે
  • ટ્રેન નંબર  22717 રાજકોટ – સિકંદરાબાદ એક્સપ્રેસ 2 કલાક 20 મિનિટ મોડી  પડશે
  • ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ લેટ ચાલશે
  • ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ કાઠગોદામ  સમર સ્પેશિયલ 45 મિનિટ મોડી પડશે
  • ટ્રેન નંબર  19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે (ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે)

DRM વડોદરાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર  19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 10 મિનિટ લેટ ચાલશે. ટ્રેન સુરત બાદ આગળ જતા મોડી પડશે. ટ્રેન મુંબઈથી સુરત સમયસર ચાલશે જે બાદ બ્લોકના કારણે ટ્રેન લેટ પડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09082 ભરૂચ – સુરત પેસેન્જર સ્પેશિયલ રદ્દ કરવામાં આવી છે. આ ટ્રેન ભરૂચ – સુરત વચ્ચે દોડે છે. આ ટ્રેન નિયમિત બપોરે 12.20 વાગે ભરૂચથી ઉપડી બપોરે 1.55 વાગે સુરત રેલવે સ્ટેશને પહોંચે છે. આ ટ્રેન આજે તેના શિડ્યુલ મુજબ દોડશે નહિ.

હવે જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ મળશે

અમદાવાદ(Ahmedabad) ડિવિઝનની 21 લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ માટે અનરિઝર્વ્ડ ટિકિટ(Unreserved Ticket) આપવાનો નિર્દેશ આપ્યો છે. ડિવિઝનલ રેલ્વે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોમાં આરક્ષિત ટિકિટની સાથે અનરિઝર્વ્ડ ટિકિટની સુવિધા પણ આપવામાં આવશે.

વિગતવાર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Published On - 11:52 am, Wed, 1 June 22

Next Article