દેશના આ હિલ સ્ટેશનો એવા છે કે જ્યાં ગંદકી લેશમાત્ર નથી, પરિવાર સાથે તમે અહીં માણી શકશો રજાની મજા

|

May 28, 2022 | 12:30 PM

ગરમીની આ ઋતુમાં જો તમને ઠંડી જગ્યાઓ પર ફરવાનું મન હોય અને કોઈ હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો જાણી લો દેશના આ સૌથી સ્વચ્છ હિલ સ્ટેશનો વિશે.

દેશના આ હિલ સ્ટેશનો એવા છે કે જ્યાં ગંદકી લેશમાત્ર નથી, પરિવાર સાથે તમે અહીં માણી શકશો રજાની મજા
some cleanest hil station in india
Image Credit source: indian holiday

Follow us on

Cleanest Hill Station In india : આપણે જ્યારે પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવાનું પ્લાન કરીએ છે, ત્યારે આપણા મનમાં એક જ વાત આવે છે કે કોઈ સાફ અને સુંદર જગ્યાએ ફરવા જઈએ. ગંદી જગ્યાઓ પર ફરવા જવું કોઈને પસંદ નથી હોતું. તમે ઉનાળાની ઋતુમાં જો તમે ઠંડા વાતાવરણનો આંનદ ઉઠાવવા માંગો છો. તો આ વખતે ઠંડા વાતાવરણ સાથે સાફ અને સ્વચ્છ જગ્યાએ ફરવાનું પ્લાન કરો. ચાલો જાણીએ ભારતના સ્વચ્છ અને સુંદર હિલ સ્ટેશનો (Hill Station) વિશે, જયાં સાફ-સફાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે.

કૌસાની, ઉત્તરાખંડ (Kausani, Uttarakhand)

કૌસાની અલ્મોડાથી 51 કિમી દૂર ઉત્તરાખંડના બાગેશ્વર જીલ્લામાં આવેલ એક હિલ સ્ટેશન છે. કૌસાનીમાં હિમાલયના  ત્રિશૂલ, પંચુલી અને નંદા દેવી જેવા શાનદાર નાજારાઓ જોવા મળે છે. અહીંના સુંદર નજારાઓ લોકોને મંત્રમુગ્ધ કરી નાંખે છે. લોકોને આ જગ્યા ખુબ પંસદ આવે છે. ઊંચાઈ પર પાઈનના જંગલો વચ્ચે આવેલું કૌસાની પ્રકૃતિ પ્રેમીઓ, પ્રવાસીઓ અને હનીમૂન પર આવનારા કપલ માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યાનું નામ પહેલા ‘વલના’ હતું. અહીં શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. કૌસાની અનેક આકર્ષણોથી ભરેલું છે. અહીંનો સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે. કૈલાશ ટ્રેક, બેસ કૌસાની ટ્રેક અને બાગેશ્વર-સુંદરઘુંડા ટ્રેક અહીંના લોકપ્રિય ટ્રેક છે.

તવાંગ, અરુણાચલ પ્રદેશ (Twang, Arunachal Pradesh)

તવાંગ હિલસ્ટેશન લગભગ 3048 મીટરની ઊંચાઈ પર છે. તવાંગ હિલ સ્ટેશન ઘણાં મહત્ત્વપૂર્ણ અને સુંદર મઠો માટે જાણીતું છે. આ હિલસ્ટેશન છઠ્ઠા દલાઈ લામા, ત્સાંગયાંગ ગ્યાત્સોના જન્મ સ્થાન તરીકે જાણીતું છે. આ હિલસ્ટેન ‘દાવંગ’ તરીકે પણ ઓળખાય છે. તવાંગ હિલ સ્ટેશનમાં પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિકતાની મહેક જોવા મળશે. આ હિલ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ગંદગી જોવા નથી મળતી.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

કૂનૂર, તમિલનાડુ ( Coonnoor , Tamil Nadu)

કૂનૂર પશ્વિમી ઘાટનો બીજો સૌથી મોટું હિલ સ્ટેશન છે. કૂનૂર 1930 મીટરની ઊંચાઈ પર અને ઉટ્ટીથી 19 કિમી દૂર છે. અહીંના ચા ના બગીચાઓ છે. કૂનૂર હિલ સ્ટેશનો આકર્ષણોથી યુકત છે. અહીં આખા વર્ષમાં ઠંડુ વાતાવરણ હોય છે. ઉનાળામાં ફરવા માટે આ બેસ્ટ જગ્યા છે. કૂનૂર નીલગીરી પહાડો અને કેથરીન ધોધના સુંદર નજારા માટે જાણીતું છે. કૂનૂર સમૃદ્ધ હરિયાળી, પહાડો, સંસ્કૃતિ અને અદ્ભુત નાજારાને કારણે સ્વર્ગ જેવું લાગે છે.

ઈડુક્કી, કેરળ ( Idukki, Kerala)

ઈડુક્કી, કેરળના સૌથી પ્રાકૃતિક રીતે સમૃદ્ધ ક્ષેત્રોમાંથી એક છે. ઈડુક્કીનો વધારે ભાગ જંગલોથી ઘેરાયેલો છે. ઈડુક્કી કુરવન કુરથી પર્વત પર બનેલો 650 ફીટ લાંબો અને 550 ફીટ ઊંચો મેહરાબદાર ડેમ માટે જાણીતો છે. જે ભારતના સૌથી મોટા બંધ તરીકે જાણીતું છે. ઈડુક્કી ચા ના કારખાના, તેના પહાડો, વન્યજીવ અભયારણ્ય, રબરના બગીચા અને જંગલો માટે પ્રસિદ્ધ છે.

હાફલાંગ , અસમ ( Haflong, Assam)

હાફલાંગ એ અસમનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. આ હિલ સ્ટેશનમાં હરિયાળીથી ભરપૂર પહાડો, અદભુત વનસ્પતિઓ, જીવ-જંતુઓ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. હાફલોંગ હિલ અને હાફલોંગ તળાવ પણ ત્યાંના જોવાલાયક સ્થળોમાં સામેલ છે.

Published On - 12:30 pm, Sat, 28 May 22

Next Article