YouTubeએ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા 10 લાખથી વધુ વીડિયો, જાણો શું છે મામલો?

|

Aug 26, 2021 | 9:11 PM

ખોટી જાણકારી આપતા વીડિયોને હટાવવાની પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યુ છે. કંપનીએ પ્લેટફોર્મ પરથી ત્રણ મહિનામાં 1 મિલિયન વીડિયો હટાવ્યા છે.

YouTubeએ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા 10 લાખથી વધુ વીડિયો, જાણો શું છે મામલો?
File Image

Follow us on

યૂટ્યુબે (YouTube) કોરોના મહામારીની શરૂઆતથી જ હમણાં સુધીમાં પોતાના પ્લેટફોર્મ પરથી એક મિલિયનથી વધુ વીડિયોઝને હટાવી દીધા છે. આ બધા વીડિયો એ છે કે જેમાં કોરોનાને લઈને ખોટી જાણકારી આપવામાં આવી રહી હતી. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહનનું કહેવુ છે કે આ વીડિયોને તેમની કંપનીના નિયમો અનુસાર હટાવી દેવામાં આવ્યા છે.

 

તેમણે વધુમાં જણાવ્યુ કે ફેબ્રુઆરી 2020થી અમે પોતાના પ્લેટફોર્મ પરથી કોરોના વાઈરસ સાથે જોડાયેલી ખોટી જાણકારી અને ઈલાજની જાણકારીઓ શેયર કરવામાં આવી રહી હતી. યૂટ્યુબનું કહેવું છે કે ખોટી જાણકારી આપતા વીડિયોને હટાવવાની પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યુ છે. કંપનીએ પ્લેટફોર્મ પરથી ત્રણ મહિનામાં 1 મિલિયન વીડિયો હટાવ્યા છે. ખોટી જાણકારી આપતા વીડિયોને હટાવવા ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી યૂઝર્સને સાચી માહિતી મળે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

નવેમ્બર 2020માં ઈલેક્શનના વીડિયો હટાવ્યા હતા

યૂટ્યુબના જણાવ્યા પ્રમાણે નવેમ્બર 2020માં હજારો વીડિયોને હટાવવામાં આવ્યા હતા. આ વીડિયોના માધ્યમથી અમેરીકાના ઈલેક્શનને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા (Social Media) કંપની ફેસબુકે (Facebook) પણ પોતાના પ્લેટફોર્મ પરથી એ લોકોના એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે, જેઓ કોરોના વેક્સિનને (Corona Vaccine) લઈને ખોટી માહિતી શેયર કરી રહ્યા હતા.

 

 

સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીએ પોતાની કમ્યુનિટી સ્ટાન્ડર્ડ ઈન્ફોર્સમેન્ટની રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેણે કોરોના અને કોરોના વેક્સિનેશન (Vaccination) વિશે વારંવાર ખોટી માહિતી ફેલાવવા બદલ 3000થી વધુ એકાઉન્ટ્સ, પેજ અને ગ્રૃપ્સને હટાવી દીધા છે.

 

ફેસબુકે આ પણ શેયર કર્યુ કે કોવિડ 19થી સંબંધિત ખોટી જાણકારી ફેલાવવા બદલ વિશ્વ સ્તર પર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 20 મિલિયન સામગ્રીને હટાવી દીધી છે. કોવિડ 19 હજી પણ દુનિયા માટે પડકાર છે. કોરોના વાઈરસના સંક્રમણની ગતી ધીમી કરવા માટે એક જ ઉપાય છે વેક્સિનેશન.

 

ત્યારે કેટલાક લોકો કોવિડ-19 વેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવવા માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો (Facebook, WhatsApp, Instagram) ઉપયોગ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો, વેક્સિન લીધા બાદ શરીર ચુંબક બની જાય છે અને વેક્સિન લીધા બાદ નપુંસક બની જવાય છે.

 

આ પણ વાંચો – Banaskantha: ગાયના પેટમાંથી નીકળ્યું 86 કિલોગ્રામ પ્લાસ્ટિક, સફળ ઓપરેશન કરી ગૌમાતાનો જીવ બચાવ્યો

 

આ પણ વાંચો – આમોદના તેગવા ગામે ખેડૂતોએ કપાસના પાકની સ્મશાન યાત્રા કાઢી , જાણો આમ કરવા પાછળ શું હતું કારણ

 

આ પણ વાંચો – Afghanistan Crisis : કાબુલ એરપોર્ટ પાસે બીજો આત્મઘાતી હુમલો, મોતનો આંક વધવાની આશંકા

Next Article