Banaskantha: ગાયના પેટમાંથી નીકળ્યું 86 કિલોગ્રામ પ્લાસ્ટિક, સફળ ઓપરેશન કરી ગૌમાતાનો જીવ બચાવ્યો

પાલનપુર થી કોલ આવતાં જ ટેટોડા ગૌશાળાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ ગાયની તબિયત નાજુક હોઈ તેને સારવાર અર્થે ટેટોડા ગૌશાળાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તબીબો દ્વારા સફળ સર્જરી કરી ગાયને બચાવી છે.

Banaskantha: ગાયના પેટમાંથી નીકળ્યું 86 કિલોગ્રામ પ્લાસ્ટિક, સફળ ઓપરેશન કરી ગૌમાતાનો જીવ બચાવ્યો
Banaskantha 86 kg plastic recovered from cow stomach successful operation saved Cow life
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:38 PM

હાલ પ્લાસ્ટિક(Plastic)નો વધતો ઉપયોગ ગાય(Cow)માટે પણ સૌથી મોટી સમસ્યા બની છે. ડીસાની ટેટોડા ગૌશાળા માં આવેલી પશુઓની હોસ્પિટલમાં એક ગાયના પેટમાંથી 86 કિલો જેટલો પ્લાસ્ટિક નીકાળી તબીબો ગાય માતાને નવું જીવનદાન આપ્યું છે.

પાલનપુર થી ગાય ખૂબ અશક્ત હાલતમાં ટેટોડા ગૌશાળામાં સારવાર અર્થે ખસેડાઇ હતી

રાજારામ ગૌશાળા બનાસકાંઠાની સૌથી વધુ ઉંમર ધરાવતી ગૌશાળાઓ પૈકીની એક છે. આ ગૌ શાળામાં તૈયાર થયેલું અદ્યતન હોસ્પિટલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતાને કોઈપણ તકલીફ હોય તો ૧૦૮ની એમ્બ્યુલન્સ જેમ ટેટોડા ગૌશાળા ની ટીમ ઘટનાસ્થળે પહોંચે છે અને ગાયની સારવાર આપે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાલનપુર થી કોલ આવતાં જ ટેટોડા ગૌશાળાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ ગાયની તબિયત નાજુક હોઈ તેને સારવાર અર્થે ટેટોડા ગૌશાળાની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તબીબો દ્વારા સફળ સર્જરી કરી ગાયને બચાવી છે.

 ગાયના પેટમાંથી 86 કિલો પ્લાસ્ટિક અને લોખંડ ના ખીલ્લી, સ્ક્રુ અને વાયર નીકળ્યા

પાલનપુર થી જ્યારે ગાયને ટેટોડા ગૌશાળામાં ખસેડવામાં આવી ત્યારે ગાય ખોરાક બંધ કરી દીધો હતો. જે બાદ તેની શારીરિક તપાસ કરતા ગાયના પેટમાં મોટો પ્લાસ્ટિકનો જથ્થો હોવાની બાબત સામે આવી હતી. જે બાદ ગાયની સર્જરી હાથ ધરતા ગાયના ઉદરમાંથી 86 કિલો જેટલું માતબર પ્લાસ્ટિક તેમજ લોખંડના તાર, ખીલ્લી, સ્ક્રુ જેવી વસ્તુઓ મળી આવી હતી.

ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો 

આ સફળ ઓપરેશન બાદ ટેટોડા ગૌશાળા ના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં રખડતી ગાયો સૌથી વધુ ખાદ્ય ચીજોનું પેકિંગ આરોગ્ય છે. લોકો ખાદ્ય ચીજો પેકિંગમાં લાગે છે. જે બાદ તેને જાહેર રસ્તા પર ફેંકે છે. ખાદ્ય ચીજો વાળા પેકિંગ અને પ્લાસ્ટિકના પોલીથીન રખડતી ગાય વધુ પ્રમાણમાં આરોગે છે.

જેના કારણે શહેરી વિસ્તારમાં રખડતી ગાયના પેટમાં સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિક જમા થવાની હોય છે. હું સમાજના દરેક વ્યક્તિને આગ્રહ કરૂં છું કે ખાદ્ય ચીજોના પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઇએ. જેથી અબોલ જીવોને આ પ્રકારના મુશ્કેલીઓમાંથી બચાવી શકાય.

ઓપરેશન કરનાર ડૉકટર ટીમ માં ડૉ. ગણપતલાલ ચૌધરી, અશોકભાઈ માળી ,શાંતિભાઈ માળી, થાનારામ દેવાસી અને યુવરાજસિંહ વાઘેલા હતા.

આ પણ વાંચો : 1 સપ્ટેમ્બરથી Car Insurance સંબંધિત આ નિયમો બદલાઈ શકે છે , જાણો મદ્રાસ હાઇકોર્ટે વીમાને લઈ શું આપ્યો ચુકાદો

આ પણ વાંચો :  Jamnagar શહેરનું બે મેગાસિટી સાથે એર જોડાણ, બે ફલાઈટ આજથી શરૂ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">