YouTubeએ 3 વર્ષમાં Creatorsને 2.19 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા, જાણો કોણ છે TOP -10માં

|

Jan 28, 2021 | 5:19 PM

યુટ્યુબે(YouTube ) છેલ્લાં ત્રણ વર્ષમાં નિર્માતાઓ, કલાકારો અને મીડિયા સંગઠનને 30 અબજ ડોલર (આશરે 2.19 લાખ કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. કંપનીના સીઈઓ સુસાન વોજસિકીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે.

YouTubeએ 3 વર્ષમાં Creatorsને 2.19 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા, જાણો કોણ છે TOP -10માં
you tube

Follow us on

યુટ્યુબે(YouTube ) છેલ્લાં ત્રણ વર્ષમાં નિર્માતાઓ, કલાકારો અને મીડિયા સંગઠનને 30 અબજ ડોલર (આશરે 2.19 લાખ કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. કંપનીના સીઈઓ સુસાન વોજસિકીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના ભાગીદાર કાર્યક્રમમાં જોડાનાર નવી ચેનલોની આવક વધી છે. 2020 માં તેમની આવક લગભગ બમણી થઈ ગઈ છે.

ઓક્સફર્ડ ઇકોનોમિક્સના એક અહેવાલ મુજબ યુટ્યુબએ 2019 માં અમેરિકાના જીડીપીમાં લગભગ 16 અબજ ડોલર (1.17 લાખ કરોડ) નું યોગદાન આપ્યું હતું. આ 345000 ફુલટાઇમ નોકરીઓ સમાન છે.

યુ ટ્યુબ માર્ગદર્શિકા બદલવી મુશ્કેલ
વોજસિકીએ પત્રમાં લખ્યું છે કે યુટ્યુબ ટીમ જાહેરાતો પર પારદર્શિતા, કન્ટેન્ટ સ્ટ્રાઇક્સ અને જાહેરાત દ્વારા મળનાર ડોલર્સ પર ધ્યાન આપે છે. આપણે જે સ્કેલ પર ઓપરેટ રહ્યા છીએ તે કોમ્યુનિટી માટેના દિશા નિર્દેશોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. એક ચેનલને 90 દિવસની અંદર 3 સ્ટ્રાઇક્સ મળે છે પછી તે બંધ થઈ જાય છે. જ્યારે કોપીરાઇટ કરેલી સામગ્રીનો ઉપયોગ થાય છે ત્યારે YouTube સ્ટ્રાઇક મોકલે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચેનલ પર ખોટી માહિતી આપવા પર કાર્યવાહી થાય છે
એક ઉદાહરણ ટાંકતા કંપનીએ જણાવ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્શન 2020 દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મતદારોની છેતરપિંડી વિશે ખોટી માહિતી છે. આવી સ્થિતિમાં તે ચેનલ નીતિના ઉલ્લંઘનને કારણે બંધ થઈ હતી. કંપનીએ ડિસેમ્બર 2020 માં તેની નવી નીતિ લાગુ કરી છે. યુટ્યુબના અધિકારીઓએ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવી પડે છે. તેના પર હંમેશાં દબાણ હોય છે કે ખોટી માહિતી આપતી વિડિઓઝ બંધ થાય.

આ છે TOP – ૧૦ પોપ્યુલર યુટ્યુબ ચેનલ

રેન્ક          ચેનલ                સબક્રાઈબર્સ (કરોડમાં)
1          ટી – સિરીઝ                16.9
2        PewDiePie                10.8
3       કોકમેલોન                    10.3
4       સેટ ઇન્ડિયા                 9.44
5        WWE                         7.24
6       5-મિનિટ ક્રાફટ             7.06
7       ઝી મ્યુઝિક                    6.8
8      કનૈલ કોંડ્ઝીલા              6.3
9       જસ્ટિન બીબર            6.06
10    ડૂડ પરફેક્ટ                  5.49

 

Next Article