YouTubeએ લોન્ચ કર્યું ‘ન્યૂ ટુ યૂ ફીચર’, મોબાઇલ, ડેસ્કટોપ અને ટીવી ડિવાઈસમાં બદલાઈ જશે યૂઝર્સનો એક્સપીરિયન્સ

|

Oct 26, 2021 | 9:22 PM

YouTube એ તેના પ્લેટફોર્મ પર તદ્દન નવા ફિચર 'ન્યૂ ટુ યુ' ટેબને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. જેનાથી યુઝર્સ એવી સામગ્રી શોધી શકે જે હોમ ફીડ પર દેખાવાની સામાન્ય રેકેમેંડેશનનો ભાગ નથી.

YouTubeએ લોન્ચ કર્યું ન્યૂ ટુ યૂ ફીચર, મોબાઇલ, ડેસ્કટોપ અને ટીવી ડિવાઈસમાં બદલાઈ જશે યૂઝર્સનો એક્સપીરિયન્સ
YouTube launches 'New to You feature

Follow us on

YouTube એ તેના પ્લેટફોર્મ પર તદ્દન નવા ફિચર ‘ન્યૂ ટુ યુ’ ટેબને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. જેનાથી યુઝર્સ એવી સામગ્રી શોધી શકે જે હોમ ફીડ પર દેખાવાની સામાન્ય રેકેમેંડેશનનો ભાગ નથી. નવી ટેબ મોબાઇલ, ડેસ્કટોપ અને ટીવી ઉપકરણો પર YouTube હોમપેજ પર ઉપલબ્ધ છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ન્યૂ ટુ યુ વિશે વધુ વિગતો શેર કરવા માટે ઉત્સાહિત છીએ. આ એક એવી સુવિધા છે જે તમને નવા સર્જકોને શોધવામાં અને તમે સામાન્ય રીતે જુઓ છો તે રેકમેન્ડ કરેલ વિડિયોની બહારના કન્ટેન્ટ રિફ્રેશ કરવામાં મદદ કરે છે. ન્યૂ ટુ યુ હવે મોબાઇલ, ડેસ્કટોપ અને ટીવી ઉપકરણો માટે YouTube હોમપેજ પર ઉપલબ્ધ છે. આ સુવિધા એવા લોકોને લક્ષ્ય બનાવીને નવા પ્રેક્ષકો સુધી પહોંચવામાં સર્જકોને મદદ કરશે કે, જેઓ તેમની સામગ્રીમાં સૌથી વધુ રસ ધરાવતા હોય પરંતુ તેને શોધી શકતા નથી.

કંપનીએ કહ્યું, આજે જ ન્યૂ ટુ યુ અજમાવી જુઓ ફક્ત તમારા ટોપિક બારમાં ન્યૂ ટુ યુ પર ટેપ કરો. જે YouTube હોમપેજ (મોબાઇલ પર) રિફ્રેશ કર્યા પછી પણ સરળતાથી ઍક્સેસિબલ છે. આ સુવિધા વ્યક્તિગત કરેલ હોવાથી તે હંમેશા ઉપલબ્ધ ન હોઈ શકે અને તમારે તેને જોવા માટે સાઇન-ઇન કરવાની જરૂર પડશે. તાજેતરમાં YouTubeએ જાહેરાત કરી હતી કે તે 15મી નવેમ્બરથી શરૂ થતી એક અઠવાડિયાની લાઇવ શોપિંગ ઇવેન્ટ, YouTube હોલિડે સ્ટ્રીમ એન્ડ શોપનું આયોજન કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp

વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને વોટ્સએપે આ વર્ષે અપડેટ બંધ કરવાની બીજી જાહેરાત કરી છે. વાસ્તવમાં, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની માલિકી ધરાવતી ફેસબુકે કહ્યું છે કે તે 1 નવેમ્બરથી ઘણા સ્માર્ટફોનમાંથી તેનો સપોર્ટ હટાવી દેશે. જેમાં સેમસંગ, એપલ, એલજી જેવી બ્રાન્ડના ઘણા સ્માર્ટફોન સામેલ છે. જો તમારો સ્માર્ટફોન આ લિસ્ટમાં સામેલ છે, તો એક મહત્વપૂર્ણ કામ કરો, નહીંતર 1 નવેમ્બર પછી ફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

 

આ પણ વાંચો: Alert ! 1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

Published On - 9:21 pm, Tue, 26 October 21

Next Article