YouTubeએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ગુગલ પ્લે સ્ટોર પર 10 બિલિયનથી વધારે ડાઉનલોડ્સ

|

Jul 27, 2021 | 4:46 PM

YouTube ડાઉનલોડમાં થયેલા વધારા પાછળ વધુમાં વધુ લોકોનું ઈન્ટરનેટ પર જોડાવુ એ મહત્વનું કારણ છે. ખાસ કરીને જો આપણે ભારતની વાત કરીએ તો જીયોએ લોકોને સસ્તુ ઈન્ટરનેટ પ્રોવાઈડ કર્યુ.

YouTubeએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ગુગલ પ્લે સ્ટોર પર 10 બિલિયનથી વધારે ડાઉનલોડ્સ
File Image

Follow us on

ટેક્નોલોજી (Technology) જાયંટ ગુગલની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ YouTubeએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. YouTubeએ પોતાના દરેક રેકોર્ડ તોડીને (YouTube New Record) 10 બિલિયનનો આંકડો પાર કરી લીધો છે. 9To5Googleના રિપોર્ટ પ્રમાણે આ એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દુનિયાના મોટાભાગના લોકો કરે છે. યુટ્યુબ પર કુકિંગથી લઈને રીડિંગ દરેક પ્રકારના કામ આપણે કરીએ છીએ.

 

YouTube ડાઉનલોડમાં થયેલા વધારા પાછળ વધુમાં વધુ લોકોનું ઈન્ટરનેટ પર જોડાવુ એ મહત્વનું કારણ છે. ખાસ કરીને જો આપણે ભારતની વાત કરીએ તો જીયોએ લોકોને સસ્તુ ઈન્ટરનેટ પ્રોવાઈડ કર્યુ. ગુગલ પ્લે સ્ટોરે YouTubeના આ ડાઉનલોડના નવા આંકડાઓને જાહેર કરતા કહ્યુ કે, YouTubeને હંમેશાથી જ આવો માઈલસ્ટોન હીટ કરવા અને પ્રોપર યૂઝર ફેસિંગ એપ બનવાની આશા હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

જોકે આમાં ખાસ એ વાત પર ધ્યાન આપવાનું રહે છે કે આજના સમયમાં દરેક એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનની સાથે યુટ્યુબ ગુગલ સૂટ સાથે આવે છે, જેમાં પહેલાથી જ યુટ્યુબ ઈન્સ્ટોલ કરેલ હોય છે. આખી દુનિયામાં કુલ ત્રણ બિલિયન એન્ડ્રોઈડ ડિવાઈઝ છે, જેમાં એક મોટો ભાગ ચીનનો છે જ્યાં સ્માર્ટ ફોનમાં ગુગલ સૂટ એપ ઈન્સ્ટોલ હોતુ નથી. જેથી યુટ્યુબ માટે આટલો મોટો રેકોર્ડ બનાવવુ એ ખાસ વાત છે.

 

ઓક્ટોબર 2020 સુધી YouTubeના લગભગ 3 મિલિયન પેઈડ કસ્ટમર હતા. પરંતુ હાલમાં જ સ્ટ્રીમિંગ મીડિયા પ્લેયર રોકૂએ નવા યૂઝર્સ માટે YouTube ટીવી એપને રીમૂવ કરી દીધી હતી. આ સિવાય કંપનીએ હાલમાં જ એક નવુ ટૂલ લોન્ચ કર્યુ હતુ, જેનું નામ સુપર થેન્ક્સ છે. આ ફિચર યૂઝર્સને તેના મનપસંદ યુટ્યુબરને ટીપ અમાઉન્ટ આપવાની સુવિધા આપે છે.

 

10 બિલિયનની લિસ્ટમાં આટલી એપ્સ પણ સામેલ છે

યુટ્યુબ બાદ સૌથી વધુ ડાઉનલોડ છે ફેસબુક (Facebook). તેના હમણા સુધીમાં કુલ 7 બિલિયન ડાઉનલોડ્સ છે, ફેસબુક મેસેન્જરના કુલ 5 બિલિયન ડાઉનલોડ અને ઈન્સ્ટાગ્રામના (Instagram) કુલ 3 બિલિયનથી વધારે ડાઉનલોડ છે.

 

આ પણ વાંચો: cyber Fraud : સાઇબર ફ્રોડથી બચવા આટલી વાતોનું રાખો ધ્યાન, જાણો કઇ રીતે રહેશો સુરક્ષિત

 

આ પણ વાંચો: Innovation: ટેક ઈનોવેશન હબ્સની ગ્લોબલ લિસ્ટમાં ભારતના આ શહેરે મેળવ્યુ 8મું સ્થાન

Next Article