Tech News: WhatsApp પર જલ્દી જ 2GB સુધીની ફાઈલ કરી શકાશે શેર, આવી રહ્યું છે નવું અપડેટ

|

Mar 27, 2022 | 4:22 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચોક્કસ સાઈઝ સુધી મીડિયા ફાઇલોને શેર કરવાની મંજૂરી આપે છે. ગૂગલ (Google)ની માલિકીની Gmail પણ એક સમયે 25MB કરતાં વધુની ફાઇલ અટેચમેન્ટ મંજૂરી આપતું નથી.

Tech News: WhatsApp પર જલ્દી જ 2GB સુધીની ફાઈલ કરી શકાશે શેર, આવી રહ્યું છે નવું અપડેટ
WhatsApp (PC: Social Media)

Follow us on

વોટ્સએપ (WhatsApp) નવા ફીચર્સ રજૂ કરતું રહે છે, અને હવે મેસેજિંગ એપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જેમાં બીટા ટેસ્ટર્સ 2GB સુધીની ફાઇલો મોકલી શકશે. આ નવું ફિચર્સ Android અને iOS બંને માટે ઉપલબ્ધ હશે. હાલમાં, આ સુવિધા આર્જેન્ટિનામાં રજૂ કરવામાં આવી છે, ત્યારે અન્ય જગ્યાએ ક્યારે આવશે તે વિશે કોઈ માહિતી નથી. આપણે બધા જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચોક્કસ સાઈઝ સુધી મીડિયા ફાઇલોને શેર કરવાની મંજૂરી આપે છે. ગૂગલ (Google)ની માલિકીની Gmail પણ એક સમયે 25MB કરતાં વધુની ફાઇલ અટેચમેન્ટ મંજૂરી આપતું નથી.

WhatsAppની નવી ફાઇલ લિમિટ હવે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે લોકો હાઈ મેગાપિક્સલ લેન્સનો ઉપયોગ કરી રહ્યા છે જે ઉચ્ચ રિઝોલ્યુશન ઇમેજ અને વીડિયોઝ બનાવે છે જે સાઈઝમાં મોટા હોય છે. તેને મોકલવા માટે, લોકોએ સામાન્ય રીતે તેને ઇન-એપ અથવા થર્ટ પાર્ટી એપ્લિકેશન દ્વારા તેની સાઈઝ ઘટાડવી અથવા એડિટ કરવું પડે છે. ત્યારે મીડિયા ફાઇલને કંમ્પ્રેસ કરવાથી ક્વાલિટી પણ બગડે છે અને રિઝલ્ટ અલગ દેખાય છે.

હાલ 100MB થઈ શકે છે શેર

વોટ્સએપ હાલમાં એપ દ્વારા 100MB સુધીની મીડિયા ફાઇલોને શેર કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ નવા અપડેટ સાથે, ઇન્સ્ટન્ટ-મેસેજિંગ એપ્લિકેશન વપરાશકર્તાઓ કોઈપણ ચિંતા વિના 2GB સુધીની ફાઇલો મોકલી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વોટ્સએપ ટ્રેકર, WABetaInfo, કહે છે કે આ નવી સુવિધા આર્જેન્ટિનાના કેટલાક બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે અને અંતિમ રોલઆઉટમાં બદલાઈ શકે છે, અથવા WhatsApp માત્ર વર્તમાન 100MB મર્યાદા જાળવી શકે છે અને 2GB ફાઇલોનો વિચાર છોડી શકે છે.

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર નંબર સેવ કર્યા વિના કોઈ પણ અજાણ્યા વ્યક્તિને મોકલી શકો છો મેસેજ, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

આ પણ વાંચો: Tech News: Twitterએ લોન્ચ કર્યું નવું ફિચર, હવે મેસેજ સર્ચ કરવામાં રહેશે સરળતા

Next Article