Tech News: Twitterએ લોન્ચ કર્યું નવું ફિચર, હવે મેસેજ સર્ચ કરવામાં રહેશે સરળતા

ટ્વિટર એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કર્યા બાદ યુઝર્સને નવું સર્ચ ફીચર મળવાનું શરૂ થઈ જશે. અત્યાર સુધી ટ્વિટરના ડાયરેક્ટ મેસેજ ફિચરમાં યુઝર્સને માત્ર લોકો અને ગ્રુપના નામ શોધવાનો વિકલ્પ મળતો હતો.

Tech News: Twitterએ લોન્ચ કર્યું નવું ફિચર, હવે મેસેજ સર્ચ કરવામાં રહેશે સરળતા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:11 AM

ટ્વિટરે (Twitter) આખરે ડાયરેક્ટ મેસેજ (Direct Messages) સેક્શનમાં તે ફીચર લોન્ચ કર્યું છે, જેની ટ્વિટર યુઝર્સ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ નવા ફીચરની મદદથી ટ્વિટર યુઝર્સ (Twitter Users) માટે મેસેજ સર્ચ કરવાનું સરળ બનશે. કંપનીએ ગત વર્ષ મેમાં આ ફીચરની જાહેરાત કરી હતી. લાંબા સમયની રાહ જોયા બાદ હવે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. નવું ફીચર, જેમ તમે સર્ચ બારમાં કોઈ શબ્દ ટાઈપ કરો છો, તરત જ તેની સાથે સંબંધિત તમામ સંદેશાઓ એકસાથે બતાવે છે તેવી જ રીતે કામ કરે છે. ટ્વિટર એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કર્યા બાદ યુઝર્સને નવું સર્ચ ફીચર મળવાનું શરૂ થઈ જશે. અત્યાર સુધી ટ્વિટરના ડાયરેક્ટ મેસેજ ફિચરમાં યુઝર્સને માત્ર લોકો અને ગ્રુપના નામ શોધવાનો વિકલ્પ મળતો હતો.

શું છે નવા ફિચરમાં ફેરફાર

પહેલા ડાયરેક્ટ મેસેજમાં ફક્ત નામ જ સર્ચ કરી શકાતા હતા. નવા ફીચરથી માત્ર કોન્ટેક્ટ જ નહીં, પરંતુ તેમના દ્વારા મોકલવામાં આવેલા મેસેજ (Twitter Message) પણ સર્ચ કરી શકાશે. આ સાથે સંદેશાઓ અથવા ફાઈલોને શોધવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. નોંધનીય છે કે આ સર્ચ ફીચરની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાતી હતી. ટ્વિટર યુઝર્સ ઘણા સમયથી આની માંગ કરી રહ્યા હતા. કંપનીએ મે 2021માં ડાયરેક્ટ મેસેજમાં નવું સર્ચ ફીચર લાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેને લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ફાયદાકારક રહેશે

નવા ફિચર વિશે સત્તાવાર જાહેરાત કરતી વખતે Twitterએ લખ્યું, “અમે જાણીએ છીએ કે તમે તમારા ઈનબૉક્સના સર્ચ બારમાં કીવર્ડ ટાઈપ કરીને તમારા ડાયરેક્ટ મેસેજ સર્ચ બારને શોધવા માટે ફીચરની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. ” ટ્વિટરે જાહેરાત કરી છે કે આ સુવિધા તેના તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નવું ફીચર સર્ચ રિઝલ્ટમાં એક જ શબ્દ સાથે સંબંધિત તમામ વાતચીત (Twitter Conversations) બતાવશે. ઈનબોક્સના સર્ચ બારમાં કીવર્ડ ટાઈપ કરીને તેને લગતા મેસેજ સર્ચ કરી શકાય છે. ધારો કે તમે કોઈ હોસ્પિટલ સંબંધિત સંદેશ શોધવા માંગો છો, પરંતુ તમને તેના વિશે વધુ યાદ નથી તો તમારે ફક્ત ‘હોસ્પિટલ’ કીવર્ડ ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે. આ ફીચર એ તમામ મેસેજીસ બતાવશે, જેમાં હોસ્પિટલ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Viral: બિલાડીને યુવકની ફોટો પાડવાની સ્ટાઈલ ન આવી પસંદ, કર્યું કંઈક આવું, જુઓ Funny Video

આ પણ વાંચો: Tech Tips: WhatsApp ચેટ ક્યારેય નહીં થાય લીક કે નહીં હેક થાય એકાઉન્ટ, બસ આ ટિપ્સ કરો ફોલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">