AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Emoji Day: ભારતીયો ક્યા ઈમોજીનો કરે છે સૌથી વધુ ઉપયોગ ? જાણો ઈમોજી સાથે જોડાયેલા રોચક તથ્યો

ઈમોજી(Emoji)ની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે ઈન્ટરનેટ પર ઘણી એપ્લિકેશનો છે જે ઈમોજી સેટિંગ્સ નિર્માતા અને અનુવાદક તરીકે કામ કરે છે.

World Emoji Day: ભારતીયો ક્યા ઈમોજીનો કરે છે સૌથી વધુ ઉપયોગ ?  જાણો ઈમોજી સાથે જોડાયેલા રોચક તથ્યો
World Emoji Day
Nidhi Bhatt
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:43 PM
Share

વિશ્વભરમાં આજે એટલે કે 17 જુલાઈએ વર્લ્ડ ઈમોજી ડે (World Emoji Day) મનાવવામાં આવે છે. દિન – પ્રતિદિન ટેકનોલોજીમાં નવા નવા અવિષ્કાર થતાં જ રહે છે. આજના ઝડપી અને ટેકનોલોજી (Technology) ના યુગમાં દરેક વ્યક્તિ એન્ડ્રોઈડ મોબાઈલ(mobile) ફોન  પરીચિત બન્યો છે તેમજ વોટ્સેએપ(Whatsapp) , ફેસબુક(Facebook) અને બીજી ઘણી એપ્લીકેશનનો ઉપયોગ કરતો થયો છે. ત્યારે મેસેજમાં ઈમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય છે ખરી? ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટીંગ દરમિયાન ઈમોજીની આપ-લે ન કરતું હોય.

કેવી રીતે થઈ ઈમોજીની શરૂઆત?

સૌ પ્રથમ ઈમોજીનો ઉપયોગ જાપાનીઓએ ઈમોટીકોન્સ દ્વારા વાતચીત કરવા તેમજ લાગણીની અભિવ્યક્તિ  માટે કર્યો હતો. ઈમોજિપીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા 2014માં વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 17 જુલાઈને ‘વર્લ્ડ ઈમોજી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

ઈમોજીનો ઉપયોગ સૌ પ્રથમ 1990માં શરૂ થયો, જ્યારે 17 જુલાઈ, 2002ના રોજ એપલે તેની કેલેન્ડર એપ્લિકેશન માટે ઈમોજીનો ઉપયોગ કર્યો. આ કારણે ઈમોજેપીડિયાએ 17 જુલાઈને વર્લ્ડ ઈમોજી ડે તરીકે પસંદ કર્યો છે. વર્ષ 2012-2013માં ઈમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઓગસ્ટ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં(Oxford Dictionary) ઈમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો.

ભારતીયો ક્યા ઈમોજીનો કરે છે સૌથી વધુ ઉપયોગ?

એક અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ભારતીય સૌથી વધુ ‘ખુશીના આંસુ’ અને ‘ફ્લાઈંગ કિસ(Flying Kiss)’ ઈમોજીનો ઉપયોગ કરે છે. આ અહેવાલ ટેક કંપની બોબલએઆઈ દ્વારા વર્લ્ડ ઈમોજી ડેના એક દિવસ પહેલા જ બહાર પાડ્યો હતો. હકીકતમાં ઈમોજીએ લાગણીનો સંચાર એટલો સરળ બનાવ્યો છે કે શબ્દોની જરૂરિયાત એક રીતે ઓછી થઈ ગઈ છે.

વિશ્વમાં ક્યું ઈમોજી છે સૌથી લોકપ્રિય ?

વિશ્વમાં યુનિકોડ સ્ટાન્ડર્ડમાં હાલમાં 3500થી વધુ ઈમોજીસ ઉપલબ્ધ છે. ‘ફેસ વિથ ટીઅર્સ ઓફ જોય’ એ વિશ્વનો સૌથી પ્રખ્યાત ઈમોજી છે, જેનો ઉપયોગ ફક્ત ટ્વિટર(Twitter) પર 2 અબજ કરતા વધારે વખત કરવામાં આવ્યો છે.

ઈમોજી(Emoji)ની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે ઈન્ટરનેટ પર ઘણી એપ્લિકેશનો છે જે ઈમોજી સેટિંગ્સ નિર્માતા અને અનુવાદક તરીકે કામ કરે છે. જે કંઈ પણ કહેવાતું હોય, જે પણ ભાવના હોય, આ એપ્લિકેશન્સ તરત જ ડિજિટલ વિશ્વની આ નવી ભાષામાં ભાષાંતર કરે છે.

‘ઈ’નો અર્થ ‘ચિત્ર’ અને ‘મોજી’નો અર્થ ‘પાત્ર’ એટલે કે કોઈ શબ્દને વ્યક્ત કરવો અથવા ચિત્ર દ્વારા અનુભૂતિ કરવી તેને ઈમોજી કહેવામાં આવે છે. ઓનલાઈન રહેતા 92 ટકા લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ગામથી લઈને શહેર સુધી, દરેક વ્યક્તિ ખુલ્લા દિલથી ઈમોજી(Emoji)નો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: Twitterની વેરિફિકેશન પ્રોસેસમાં ગડબડ? ફેક અને ટ્રોલ એકાઉન્ટ્સને કરી દીધા વેરિફાઈ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">