GOOGLE ના નવા નિયમો નહિ સ્વીકારો તો તમારું Gmail થશે બંધ? જાણો શું છે હકીકત

|

Jan 27, 2021 | 9:59 AM

Gmailના નવા નિયમો સ્વીકારવા ફરજિયાત હતા. જો તમે આ સમયમર્યાદા ચૂકી ગયા છો, તો Google તમારું Gmail એકાઉન્ટ બંધ કરી દેશે. આવા ઘણા બધા સમાચારો આજકાલ સોશિયલ મીડિયામાં ફરે છે. આ ખબરોમાં થોડું સત્ય પણ છે.

GOOGLE ના નવા નિયમો નહિ સ્વીકારો તો તમારું Gmail થશે બંધ? જાણો શું છે હકીકત
Google - Gmail

Follow us on

ગૂગલ(Google)ની સર્વિસ જીમેલ(Gmail ) માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો આ નવા નિયમોનું પાલન નહીં કરો તો Gmail સેવાનો ઉપયોગ કરી શકશે નહીં. Google સમયાંતરે તેના નિયમોને લઈ ચર્ચામાં રહે છે. વધુ એકવાર ગૂગલે જારી કરેલા નિયમોને લઇ અટકળો ઉભી થઇ છે.

25 જાન્યુઆરી સુધીમાં Gmailના નવા નિયમો સ્વીકારવા ફરજિયાત હતા. જો તમે આ સમયમર્યાદા ચૂકી ગયા છો, તો તમારું Gmail એકાઉન્ટ બંધ થઈ જશે. આવા ઘણા બધા સમાચારો આજકાલ સોશિયલ મીડિયામાં ફરે છે. આ ખબરોમાં થોડું સત્ય પણ છે. ખરેખર ગૂગલે જીમેલ માટે નવા નિયમો કાયદા લાગુ કર્યા છે, જેને સ્વીકારવું ફરજિયાત છે. પરંતુ જો તમે નવા નિયમને મંજૂરી ન આપો તો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં.

Gmail ની કેટલીક વિશેષ સેવાઓ જેવી કે સ્માર્ટ કંપોઝ, આસિસ્ટન્ટ રીમાઇન્ડર અને ઓટોમેટિક ઇમેઇલ ફિલ્ટરિંગ સર્વિસનો લાભ મેળવી શકશો નહીં. જો કે, ગૂગલની જીમેલ સર્વિસના નવા નિયમો હાલ ફક્ત યુકે માટે છે જે ભારતમાં પણ લાગુ કરાઈ શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ સુવિધાઓ બંધ થઈ જશે

ઓટોમેટિક ઇમેઇલ ફિલ્ટરિંગ: આમાં, Gmail તમારા ઇનબોક્સ મેસેજને Primary, Social અને Promotion ત્રણ કેટેગરીમાં વહેંચે છે.

આસિસ્ટન્ટ રીમાઇન્ડર: આ સુવિધા તમને તમારું બિલ ચૂકવવાની તારીખની યાદ અપાવે છે.

સ્માર્ટ કંપોઝ: આ સુવિધા તમને ઇમેઇલ કંપોઝિટિંગ દરમિયાન જોડણી અને ટાઇપિંગના સુધારા સૂચવે છે.

ગૂગલના જણાવ્યા અનુસાર જીમેલ યુઝર્સ માટે એક અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. જેની મદદથી વપરાશકર્તા તેમના અંગત ડેટા અને સપોર્ટ પર નિયંત્રણ મેળવશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓ તે નક્કી કરી શકશે કે તેઓ Google સાથે કયો ડેટા શેર કરવા માંગે છે અને કયો નહિ. જ્યારે તમે Gmail ખોલો છો ત્યારે ગૂગલનો નવો નિયમ સ્વીકારવા માટેનો Pop Up Message મળશે. ગૂગલે અગાઉ વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી કે જો તેઓ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમની જીમેલ, ગુગલ ફોટોઝ અને ગૂગલ ડ્રાઇવનો કન્ટેન્ટ ડીલીટ કરી નાખવામાં આવી શકે છે. ગૂગલ દ્વારા નવી સ્ટોરેજ પોલિસી આવતા વર્ષે લાગુ કરી શકાશે.

 

Next Article