AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાધેલા સફરજન જેવો શા માટે છે Appleનો લોગો, નહીં જાણતા હોય તમે તેની પાછળનું આ કારણ

કંપનીનું નામ જેટલું યુનિક છે, તેટલો જ તેનો લોગો (Apple logo) વધુ યુનિક છે. જો તમે ક્યારેય એપલ કંપનીનો લોગો જોયો હોય, તો તમે જાણતા જ હશો કે તે એક સફરજન છે જે અડધું ખાધેલું છે. પરંતુ શા માટે? ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.

ખાધેલા સફરજન જેવો શા માટે છે Appleનો લોગો, નહીં જાણતા હોય તમે તેની પાછળનું આ કારણ
AppleImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 2:52 PM
Share

ટેક્નોલોજીની દુનિયામાં લોકો ઘણો વિકાસ કરી રહ્યા છે. તેમાંથી એપલ (Apple) કંપનીનું નામ ખૂબ જ ખાસ છે. પોતાના ખાસ ઉત્પાદનોના કારણે કંપનીએ મોબાઈલ, કોમ્પ્યુટર સંબંધિત ટેકના માર્કેટમાં ઘણું નામ કમાવ્યું છે. કંપનીનું નામ જેટલું યુનિક છે, તેટલો જ તેનો લોગો (Apple logo) વધુ યુનિક છે. જો તમે ક્યારેય એપલ કંપનીનો લોગો જોયો હોય તો તમે જાણતા જ હશો કે તે એક સફરજન છે જે અડધું ખાધેલું છે. પરંતુ શા માટે? ચાલો તમને જણાવીએ કે આનું કારણ શું છે.

હંમેશા લોગો જે હોય છે તે સંપૂર્ણ દેખાતા હોય છે, જેથી તેમની સુંદરતા અને કંપનીનું નામ ફેમસ થઈ જાય, પરંતુ એપલનો લોગો અધુરો રહીને પણ ખાસ બની ગયો છે. વર્ષ 1976માં જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનો લોગો (Apple logo evolution) આવો ન હતો.

એ સમયે આઈઝેક ન્યૂટનનો લોગો બનાવવામાં આવ્યો હતો અને તેની ઉપર એક સફરજન લટકતું હતું. પરંતુ વર્ષ 1977માં કંપનીના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે (Steve Jobs) નવો લોગો ડિઝાઈન કરવાની જવાબદારી રોબ જાનોફ (Rob Janoff) નામના ગ્રાફિક ડિઝાઈનરને આપી. તેણે ખાધેલા સફરજનનો લોગો ડિઝાઈન કર્યો, જે મેઘધનુષ્યના રંગમાં હતો.

Apple logo evolution

Apple logo evolution (PC:Twitter/@zincvk8)

લોગો બનાવનાર વ્યક્તિએ કારણ જણાવ્યું

CodesGesture નામની વેબસાઈટ અનુસાર રોબે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે લોગોને શા માટે ખાધેલો હોય તેવો બનાવ્યો. તેણે કહ્યું હતું કે સફરજન કાપવાનું કારણ એ હતું કે લોકો સરળતાથી સમજી શકે કે તે સફરજન છે ચેરી કે ટામેટા નથી. તેણે બીજું કારણ આપ્યું કે તે ઈચ્છે છે કે લોકો સમજે કે તે સફરજનમાંથી એક બાઈટ લઈ રહ્યા છે. પરંતુ તે દરમિયાન એક થિયરી પણ બનાવવામાં આવી હતી કે એપલની બાઈટ પણ કોમ્પ્યુટરની બાઈટ સાથે જોડીને જોવામાં આવી રહી હતી.

40 વર્ષે બદલાયો એપલના લોગોનો રંગ

આપને જણાવી દઈએ કે એપલનો પહેલો એપલ લોગો રેઈન્બો કલરનો હતો. તેનું કારણ એ હતું કે સ્ટીવ જોબ્સ ઇચ્છતા હતા કે કંપનીને માનવીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે. જાનોફે એ પણ કહ્યું હતું કે તેણે આ લોગોમાં વિબગ્યોરના ક્રમમાં રંગો નથી નાખ્યા. પાન ટોચ પર હતું, તેથી લીલો રંગ ટોચ પર રાખવામાં આવ્યો હતો. તે પછી, એપલના લોગોનો રંગ 1998થી અત્યાર સુધી એક જ રંગમાં રાખવામાં આવ્યો હતો. ક્યારેક સાવ વાદળી, ક્યારેક ગ્રે તો ક્યારેક ચમકતો ગ્રે થઈ ગયો. હવે એપલના લોગોનો રંગ કાળો છે.

આ પણ વાંચો: Aeroponic Potato Farming: આ ટેક્નોલોજીથી હવામાં થાય છે બટાટાની ખેતી, 10 ગણું વધુ મળે છે ઉત્પાદન

આ પણ વાંચો: Tech News: આ લિંક્સ પર ક્લિક કર્યું તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, SBI એ આપ્યું એલર્ટ

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">