ખેતી અને બાગાયતી સાથે સંકળાયેલા લોકો જાણતા હશે કે કોઈપણ પાક અથવા છોડ રોપતા પહેલા જમીનની તપાસ કરવી કેટલું મહત્વપૂર્ણ છે. જો જમીનની તપાસ કર્યા પછી સંબંધિત પાકનું વાવેતર કરવામાં આવે તો સારી ઉપજ થાય છે. વૈજ્ઞાનિકોએ જમીનની તપાસ માટે અનેક પ્રકારની કીટ વિકસાવી છે. આવી કીટ તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અથવા કૃષિ વિભાગની સહાયથી તમે તમારા ખેતર, બગીચાની માટીની તપાસ કરી શકો છો.
આપણાં દેશમાં જમીનની ચકાસણી માટે ઘણી પદ્ધતિઓ છે. પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં જમીનની તપાસ માટે એક વિચિત્ર પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. તમને પણ સાંભળીને આશ્ચર્ય થશે કે સ્વિટ્ઝરલેન્ડ (Switzerland)માં માટીની તપાસ કેવી રીતે કરવામાં આવી રહી છે! ખરેખર, ત્યાંની માટીને તપાસવા માટે અન્ડરવેરને જમીનમાં દફનાવવામાં આવે છે ( white underwear buried into the ground). સ્વિસ સરકાર અહીંના ઘરોમાં 2 સફેદ અન્ડરવેર મોકલી રહી છે, જેને લોકો જમીનમાં દફન કરી રહ્યા છે. આ જમીનની ગુણવત્તાની ચકાસણીની પ્રક્રિયાનો એક ભાગ છે.
માટીની તંદુરસ્તીની મેળવાય રહી છે જાણકારી
એક અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં લગભગ 2000 જેટલા સફેદ અન્ડરવેરને જમીનમાં દફનાવવામાં આવ્યા છે. આ બધું વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા મુજબ માટીની ગુણવત્તા ચકાસીને લગતા સંશોધન માટે સ્વિટ્ઝરલેન્ડ માળીઓ અને ખેડૂતો સફેદ અન્ડરવેરને જમીનમાં દફન કરી રહ્યા છે. આના માધ્યમથી જમીનની તંદુરસ્તીની ખાતરી કરવામાં આવી રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે, સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, એગ્રોસ્કોપ (The State Research Institute Agroscope) દ્વારા સફેદ અન્ડરવેરને જમીનને દફનાવવા આ અધ્યયનમાં સામેલ સ્વયંસેવકોને મોકલવામાં આવી રહ્યા છે. બાદમાં આ અન્ડરરાઈવર્સને દૂર કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. તેમાં તે શોધી કાઢવામાં આવશે કે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોનો કેટલો નાશ થયો છે.
white underwear buried into the ground, to check the quality of the soil
શું કહે છે એક્સપર્ટ?
આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા ઈકોલોજીસ્ટ માર્સેલ હેડન કહે છે કે કેનેડામાં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે આ તબક્કે સંશોધન થયું નથી. તે કહે છે કે ટી-બેગ્સ જમીનમાં દફનાવીને જમીનના સ્વાસ્થ્ય વિશે પહેલાથી જાગૃત છે, પરંતુ આ એક અલગ પ્રકારનું સંશોધન છે.
રિપોર્ટ અનુસાર, એગ્રોસ્કોપ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં ભાગ લેનારા ખેડૂતો અને બગીચાના માલિકો ચાની થેલીઓ પણ જમીનમાં દાટશે, જેથી તેમની સરખામણી અન્ડરવેર સાથે કરી શકાય. તેઓ અન્ડરવેર સંશોધનની વિશ્વસનીયતા ચકાસવા માટે પછીથી તેમની સાથે જમીનના નમૂનાઓ પણ લઈ શકશે.
કઈ રીતે કરવામાં આવી રહ્યો છે પ્રયોગ?
આ સંશોધન હેઠળ સફેદ અન્ડરવેરને ખેતરો, ઘાસના મેદાનો અને છોડ નીચે દફનાવવામાં આવશે. સૌથી પહેલા એક અંડરવેરને મટીમાંથી કાઢવામાં આવશે અને તેનો ફોટો લેવામાં આવશે. ત્યારબાદ એક મહિના પછી બીજી અંડરવેરને કાઢવામાં આવશે.
માટીમાંથી અન્ડરવેર કાઢ્યા પછી જમીનમાં તેના કુદરતી રેસા શોધવા માટે તેનું ડિજિટલ વિશ્લેષણ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે જો અન્ડરવેરમાં વધુ છિદ્રો હોય અથવા તે વધુ નુકસાન થાય છે તો તે તંદુરસ્ત માટી માનવામાં આવશે. આ પ્રયોગ કેવી રીતે કામ કરે છે તેનો અંતિમ અહેવાલ પણ બહાર પાડવામાં આવશે.