WhatsApp પર હવે 90 દિવસો સુધી મળશે મેસેજ Disappear કરવાની સુવિધા, આ રીતે કરો ઇનેબલ

|

Dec 07, 2021 | 6:56 PM

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિફોલ્ટ રૂપે ડિસપિયર મેસેજને ચાલુ કરવાથી વપરાશકર્તાઓના પહેલાથી અસ્તિત્વમાં રહેલા મેસેજને અસર થશે નહીં.

WhatsApp પર હવે 90 દિવસો સુધી મળશે મેસેજ Disappear કરવાની સુવિધા, આ રીતે કરો ઇનેબલ
WhatsApp Feature

Follow us on

વોટ્સએપે (WhatsApp) ગયા વર્ષે યુઝર્સ માટે ડિસએપિયરિંગ (Disappearing) મેસેજીસનું ફીચર રજૂ કર્યું હતું, જેમાં મેસેજ મોકલ્યા પછી થોડા સમય પછી તેઓ આપોઆપ ગાયબ થઈ જાય છે. એપ્લિકેશન વપરાશકર્તાઓને પ્રાપ્ત થયેલા સંદેશાઓનો જોવાનો સમય સંપાદિત કરવાનો વિકલ્પ આપે છે. જ્યાં યુઝર્સ પોતાના અનુસાર મેસેજનો વ્યૂ ટાઈમ સેટ કરી શકે છે. જ્યાર બાદ મેસેજ જાતે જ ડિલીટ થઈ જશે. કંપનીએ હવે આ ફીચરમાં એક નવું અપડેટ બહાર પાડ્યું છે. હવે વપરાશકર્તાઓ 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ સુધી ડિસઅપિયર મેસેજને સેટ કરી શકે છે.

આ સિવાય વોટ્સએપ યુઝર્સ પાસે હવે તમામ નવી ચેટ્સ માટે ડિફોલ્ટ રૂપે ડિસઅપિયર થઈ ગયેલા મેસેજને ઓન કરવાનો વિકલ્પ પણ હશે. અત્યાર સુધી, ડિસઅપિયર સંદેશ સુવિધા સાત દિવસ પછી ચેટમાંથી મેસેજને આપમેળે દૂર કરે છે. જ્યારે ઇનેબલ હોય ત્યારે મેસેજ ડિસઅપિયર થઈ જવાથી ચેટમાંથી બધા મેસેજ આપમેળે દૂર થઈ જાય છે. કંપની ડિસઅપિયર થયેલા મેસેજ માટે બે નવી સમય મર્યાદા ઉમેરી રહી છે: 24 કલાક અને 90 દિવસ, સાત દિવસના વર્તમાન વિકલ્પ સાથે.

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિફોલ્ટ રૂપે ડિસઅપિયર મેસેજને ચાલુ કરવાથી વપરાશકર્તાઓના પહેલાથી અસ્તિત્વમાં રહેલા મેસેજને અસર થશે નહીં. જ્યારે યુઝર નવી વન-ઓન-વન ચેટ ચાલુ કરે છે, ત્યારે એક નોટિસ દેખાશે, જેમાં કહેવામાં આવશે કે ડિસઅપિયર મેસેજ સુવિધા ચાલુ કરવામાં આવી છે. આ સાથે, નોટિસમાં કહેવામાં આવશે કે તે ડિફોલ્ટ રૂપે ચાલુ છે. યુઝર્સને તેને બંધ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઇનેબલ કઇ રીતે કરવું ?

1. સૌથી પહેલા તમારી વોટ્સએપ ચેટ ઓપન કરો.

2. સંપર્કના નામને ટેપ કરો.

3. Disappearing Message પર ટેપ કરો. પછી Continue પર ટેપ કરો.

4. 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ પસંદ કરો.

ડિસેબલ કઇ રીતે કરવું ?

કોઈપણ વપરાશકર્તા કોઈપણ સમયે Disappearing Messageને ડિસેબલ કરી શકે છે. એકવાર ઇનેબવ કર્યા પછી, ચેટમાં મોકલેલા નવા મેસેજ ગાયબ નહીં થાય

1. સૌથી પહેલા તમારી વોટ્સએપ ચેટ ઓપન કરો.

2. સંપર્કના નામ પર ટેપ કરો.

3. Disappearing Message પર ક્લિક કરો. તે પછી Continue પર ક્લિક કરો.

4. બંધ વિકલ્પ પસંદ કરો.

 

આ પણ વાંચો –

શું તમે તમારી સંપત્તિ અને જવાબદારીઓનું વિલ બનાવ્યું છે? તમારો વૈભવ પરિવારનો કંકાસ બને તે પહેલા આ દસ્તાવેજ તૈયાર કરો

આ પણ વાંચો –

Ahmedabad : સિંહોના અકાળે મૃત્યુ કેસમાં રેલવે વિભાગનો હાઈકોર્ટમાં દાવો, ગીર અભ્યારણમાં બ્રોડગેજ રેલવે લાઇનનો પ્લાન પડતો મૂકાયો

Next Article