હવે WhatsApp પર આવશે સર્ચનું ઓપ્શન, દુકાન અને સર્વિસ વિશેની તમામ માહિતી મળશે એક ક્લિક પર

|

Sep 21, 2021 | 9:51 AM

2014 માં ફેસબુકે વોટ્સએપને લગભગ 14 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને ત્યારથી જ તે વોટ્સએપને વધુ ઉપયોગી બનાવવા માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે. વોટ્સએપના કેટલાક ફિચર્સ વિશે તો લોકો હજી પણ નથી જાણતા.

હવે WhatsApp પર આવશે સર્ચનું ઓપ્શન, દુકાન અને સર્વિસ વિશેની તમામ માહિતી મળશે એક ક્લિક પર
now WhatsApp will have Search Option

Follow us on

વોટ્સએપની બિઝનેસ એપ પર અન્ય એક નવું ફીચર આવી રહ્યું છે. વોટ્સએપ બિઝનેસ એપ પર હવે યુઝર્સ વોટ્સએપમાં જ કોઇ પણ દુકાન અને સર્વિસ વિશે સર્ચ કરી શકશે. વોટ્સએપ બિઝનેસની આ સુવિધાનું હાલમાં બ્રાઝિલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ફેસબુક તેની વોટ્સએપ એપને સંપૂર્ણપણે ઈ-કોમર્સ એપમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે અને આવનારી સુવિધા પણ તેનો જ એક ભાગ છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી વિપરીત, વોટ્સએપ પર કોઈ જાહેરાતો નથી. આવી સ્થિતિમાં કંપની બિઝનેસ એપ દ્વારા પોતાની કમાણી વધારવા માંગે છે, જોકે આવનારા સમયમાં વોટ્સએપમાં જાહેરાતો જોવા મળી શકે છે. અત્યાર સુધી ઘણા રિપોર્ટ આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો જોવા મળશે. કોરોના મહામારીમાં ઓનલાઈન રિટેલમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ફેસબુક પણ તેના પ્લેટફોર્મ પર શોપિંગ ફીચર વિશે સતત અપડેટ આપી રહ્યું છે. ફેસબુક શોપિંગ પણ આનો એક ભાગ છે.

તમારી માહિતી માટે જાણાવી દઇએ કે, WhatsApp માં ઘણી બિઝનેસ કેટેગરી છે જેમાં ફૂડ, રિટેલ અને લોકલ સર્વિસ વગેરેનો સમાવેશ થાય છે. વ્હોટ્સએપની ગોપનીયતા માટે ભારે ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ કંપનીએ કહ્યું હતું કે તે વપરાશકર્તાઓના સ્થાનને ટ્રેક કરતી નથી અથવા ખાનગી ચેટ્સ વાંચતી નથી, જોકે તે બિઝનેસ એકાઉન્ટ્સમાંથી વાતચીત પર નજર રાખે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વોટ્સએપ કહે છે કે વિશ્વભરના લાખો જાહેરાતકર્તાઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા વોટ્સએપ પર ક્લિકનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તમે તમારા વપરાશકર્તાઓ સાથે સીધા જોડાઈ શકો. તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં ફેસબુકે વોટ્સએપને લગભગ 14 લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું અને ત્યારથી જ તે વોટ્સએપને વધુ ઉપયોગી બનાવવા માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે. વોટ્સએપના કેટલાક ફિચર્સ વિશે તો લોકો હજી પણ નથી જાણતા.

આ પણ વાંચો –

IPL 2021 Orange Cap: ધવન રન ‘શિખર’ પર યથાવત, RCB vs KKR ની મેચ બાદ પણ ઓરેન્જ કેપની રેસમાં છે સૌથી આગળ, જુઓ લીસ્ટ

આ પણ વાંચો –

Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

આ પણ વાંચો –

IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

Next Article