WhatsApp Tricks : કોઇ વ્યક્તિથી છુપાવવા માગો છો વોટ્સએપ સ્ટેટસ ? ફોલો કરો આ સ્ટેપ્સ

|

Nov 26, 2021 | 1:52 PM

જો તમે ઈચ્છો છો કે દરેક વ્યક્તિ તમારું WhatsApp સ્ટેટસ ન જોઈ શકે, તો તમે આ માટે સેટિંગ બદલી શકો છો. સ્ટેટસ છુપાવવા માટે એપના પ્રાઈવસી સેટિંગમાં (Privacy Setting) એક વિકલ્પ ઉપલબ્ધ છે.

WhatsApp Tricks : કોઇ વ્યક્તિથી છુપાવવા માગો છો વોટ્સએપ સ્ટેટસ ? ફોલો કરો આ સ્ટેપ્સ
WhatsApp tricks

Follow us on

વોટ્સએપમાં (WhatsApp) ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા તમે માત્ર કોઈને મેસેજ જ નહીં કરી શકો પરંતુ આના દ્વારા તમે વીડિયો અને ઓડિયો કોલ પણ કરી શકો છો. પ્રોફાઇલ ફોટોની (Profile Picture) સાથે તમે સ્ટેટસ (WhatsApp Status) પર ફોટો કે વીડિયો પણ મૂકી શકો છો. એપ્લિકેશનમાં ઘણી ગોપનીયતા (Privacy) સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો છો કે દરેક વ્યક્તિ તમારું WhatsApp સ્ટેટસ ન જોઈ શકે, તો તમે આ માટે સેટિંગ બદલી શકો છો. સ્ટેટસ છુપાવવા માટે એપના પ્રાઈવસી સેટિંગમાં (Privacy Setting) એક વિકલ્પ ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે WhatsApp પ્રાઈવસી સેટિંગમાં સ્ટેટસ માટે 3 વિકલ્પો ઉપલબ્ધ છે, માય કોન્ટેક્ટ, માય કોન્ટેક્ટ્સ એક્સપેક્ટ અને ઓન્લી શેર વિથ.

– વોટ્સએપ સ્ટેટસ છુપાવવા માટે તમારે પહેલા એપ ઓપન કરવી પડશે. તે પછી જમણી બાજુની ટોચ પર 3 ડોટ પર ક્લિક કરો.
– અહીં નીચે આપેલા Settings ના વિકલ્પ પર ક્લિક કરો.
– હવે એકાઉન્ટ પસંદ કરો.
– પછી Privacy પર જાઓ. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે.
– તેમાંથી સ્ટેટસ પસંદ કરો. આમ કરવાથી તમારી સામે 3 વિકલ્પ ખુલશે.
– જો તમે My Contacts પસંદ કરો છો, તો તમારા સ્ટેટસ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં હાજર દરેક લોકોને દેખાશે.
– તે જ સમયે, જો તમે માય કોન્ટેક્ટ્સ એક્સપેક્ટ પસંદ કર્યું છે, તો તમારી સામે સંપૂર્ણ સંપર્ક સૂચિ ખુલશે. તે કોન્ટેક્ટ પર ટિક કરો જ્યાંથી તમે તમારું સ્ટેટસ બતાવવા નથી માંગતા.
– આ સિવાય ઓન્લી શેર વિથ ઓપ્શન સિલેક્ટ કરીને તમે ફક્ત તે જ પસંદ કરેલા કોન્ટેક્ટ્સને સિલેક્ટ કરી શકો છો જેઓ પોતાનું સ્ટેટસ બતાવવા માગો છો.
– આ રીતે તમે જેને ઈચ્છો તેને તમારું વોટ્સએપ બતાવી શકો છો અને જેની પાસેથી ઈચ્છો સ્ટેટસ છુપાવી શકો છો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો – Viral video : વૃદ્ધને ભોજન કરાવતી નાના બાળકીને જોઈને તમારું દિલ પીગળી જશે, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો –

Viral video : વૃદ્ધને ભોજન કરાવતી નાના બાળકીને જોઈને તમારું દિલ પીગળી જશે, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો – દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ

Next Article