દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ

બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવા બદલ તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

દેશની જનતાને ખાવાના ફાંફા છતા પાકિસ્તાન કરી રહ્યુ છે શસ્ત્રોનું પરીક્ષણ, હવે જમીનથી જમીન માર કરનારી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ
Pakistan Missile test
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 12:29 PM

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા દેશ પાકિસ્તાન(Pakistan) પાસે દેશની અર્થવ્યવસ્થા(Economy) પાટા પર લાવવા નાણાં ભંડોળ નથી, છતા તેની હથિયારો ખરીદવાની(Purchase of weapons) ભૂખ સંતોષાતી નથી. પાકિસ્તાને ગુરુવારે શાહીન-1A સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ(Ballistic missile)નું સફળ પરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાને ઓગસ્ટમાં સપાટીથી સપાટી પર પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

પાકિસ્તાન અર્થવ્યવસ્થા ગબડી રહી છે. મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી રહી છે. આમ છતા પાકિસ્તાનની અકક્લ ઠેકાણે આવતી નથી. હથિયારો વસાવીને પાકિસ્તાન જાણે મનમાં ને મનમા ખુશ થઇ રહ્યુ છે. બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવા બદલ તો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા.

પરીક્ષણ અંગે સેનાનું નિવેદન પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરીક્ષણનો હેતુ શસ્ત્ર પ્રણાલીની ચોક્કસ ડિઝાઇન અને તકનીકી પરિમાણોને ફરીથી ચકાસવાનો હતો.” જોકે, સેનાએ મિસાઇલની તકનીક શેર કરી ન હતી. પરીક્ષણ પ્રસંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો હાજર રહ્યા હતા. આ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ નદીમ ઝાકી માંજ, ડાયરેક્ટર જનરલ સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડિવિઝન, કમાન્ડર આર્મી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને સ્ટ્રેટેજિક ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિક અને એન્જિનિયર વિભાગના લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અલી હાજર હતા.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને પાઠવ્યા અભિનંદન સૈન્યના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્લાઇટ ટેસ્ટના સફળ સંચાલન બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપતાં, નદીમ ઝાકી માંજે તેમની તકનીકી કૌશલ્ય, સમર્પણ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્ય નેતૃત્વએ આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા. માર્ચની શરૂઆતમાં, સેનાએ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ શાહીન 1-એ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેની ફાયરપાવર 900 કિમી સુધીની હતી.

પરમાણુ ક્ષમતા સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું ઓગસ્ટમાં પરીક્ષણ કર્યુ હતુ પાકિસ્તાને 12 ઓગસ્ટે પરમાણુ-સક્ષમ સપાટીથી સપાટી પર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 290 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીના સફળ પ્રશિક્ષણ પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય સેનાના બળની ઓપરેશનલ તૈયારીઓને સુનિશ્ચિત કરવાનો હતો અને શસ્ત્રોના તકનીકી પરિમાણોને ફરીથી માન્ય કરવાનો હતો. સેનાના મીડિયા સેલ અનુસાર, મિસાઇલ ગઝનવી 290 કિમીની રેન્જ સુધી અનેક પ્રકારના વોરહેડ્સ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

પાકિસ્તાન ગમે તેટલી ગરીબી અને ભૂખમરાની સ્થિતિ સુધી પણ પહોંચી જાય પરંતુ તે તેની અવળચંડાઇ છોડે તેવુ લાગતુ નથી. આર્થિક સંકટના સમયે દેશની અર્થવ્યવસ્થાને ઉપર લાવવાના સ્થાને પાકિસ્તાન હથિયાર ખરીદી અને તેના પરીક્ષણમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ Stock Update : કોરોનના નવા વેરિએન્ટની ચિંતાએ બજારનો માહોલ બગાડયો? જાણો ક્યાં ક્યાં શેર પટકાયા

આ પણ વાંચોઃ Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">