WhatsApp Trick : ખાસ મિત્રોના મેસેજ તેમને ખબર પડયા વિના આ રીતે વાંચો

|

Jul 29, 2022 | 11:38 PM

તેની મદદથી તમે આવા અનેક ફેરફાર તમારા વોટ્સએપમાં કરી શકો છો. ચાલો જાણીએ ચોરી છુપીથી વોટ્સએપ મેસેજ વાંચવાની ટ્રીક (WhatsApp Trick).

WhatsApp Trick : ખાસ મિત્રોના મેસેજ તેમને ખબર પડયા વિના આ રીતે વાંચો
WhatsApp Trick
Image Credit source: file photo

Follow us on

વોટ્સએપ (WhatsApp) ના આ દુનિયામાં કરોડો યુઝર્સ છે. વોટ્સએપે  દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. તે પોતાના યુઝર્સની સુવિધામાં વધારો કરવા માટે  નવા  ફીચર લાવતુ રહે છે. શું તમે જાણો છે કે , વોટ્સએપમાં મોકલનાર  યુઝર્સને ખબર ન પડે તે રીતે  વાંચી શકાય છે. હા, આ કામ કરવાની 3 રીતો છે. તમે તેમાંથી એક રીતનો ઉપયોગ કરી તમારા મિત્ર કે કોઈ પણ વ્યક્તિના મેસેજ  તેમને ખબર ના પડે તે રીતે વાંચી શકો છો.  વોટ્સએપના સેટિંગમાં આવા અનેક વિકલ્પ હોય છે. તેની મદદથી તમે આવા અનેક ફેરફાર તમારા વોટ્સએપમાં કરી શકો છો. ચાલો જાણીએ બીજાને ખબર ન પડે તે રીતે  વોટ્સએપ મેસેજ વાંચવાની ટ્રીક (WhatsApp Trick).

વોટ્સએપ પર જો તમે કોઈનો મેસેજ વાંચો છો તો તેને એ મેસેજ પર 2 ખરાની નિશાની વાળા બ્લૂ ટિક દેખાય છે. આ રીતે જો તે આપણા મેસેજ વાંચે છે તે સમયે આપણે તે 2 ખરાની નિશાની વાળા બ્લૂ ટિક જોઈ શકીએ છે. વોટ્સએપ પર છુપાઈને મેસેજ વાંચવાનો અર્થ એ છે કે સામે વાળા સુધી આ 2 બ્લૂ ટિક ના પહોંચે અને આપણે તે મેસેજ વાંચી લીધો હોય. આ ફીચર વોટ્સએપ દ્વારા આપવામાં આવ્યુ છે. એક ખરાની નિશાની એ દર્શાવે છે કે તમે મેસેજ કર્યો. 2 ગ્રે રંગની ખરાની નિશાની એ દર્શાવે છે કે મેસેજ તેમના સુધી પહોંચી ગયો છે. અને 2 બ્લૂ ખરાની નિશાની એ દર્શાવે છે કે સામે વાળા એ મેસેજ વાંચી લીધો છે. અહીં જે ટ્રીક તમને જાણવા મળશે તેનાથી તે મેસેજ બ્લૂ ટિકમાં નહીં ફેરવાશે અને તમે મેસેજ વાંચી શકશો.

  1. પહેલી રીત – WhatsApp પર કોઈપણ મેસેજને  રીતે વાંચવા માટે WhatsAppના સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ એક્સેસ કરો, ત્યાં પ્રાઈવસી વિકલ્પ પર ક્લિક કરો. તે પછી રિપોર્ટ્સ વાંચવાનું બંધ કરો વિકલ્પ પંસદ કરો. આમ કરવાથી તમે કોઈપણ મેસેજ વાંચવામાં સમર્થ હશો અને સામે વાળાને ખબર પણ નહિ પડે.
  2. બીજી રીત – આ રીતમાં યુઝર્સે વિજેટનો ઉપયોગ કરવો પડશે. આ માટે યુઝર્સે હોમ સ્ક્રીન પરની ખાલી સ્ક્રીનને થોડો સમય ટચ કરીને પકડી રાખવું પડશે. આ પછી નીચે કેટલાક વિકલ્પો દેખાવાનું શરૂ થશે, જેમાંથી એક વિજેટ્સનો વિકલ્પ હશે. વિજેટ્સ ઓપ્શનમાં વોટ્સએપનો ઓપ્શન મળશે, તેને હોમ સ્ક્રીન પર ડ્રેગ કરો. ફક્ત તે જ સંદેશાઓ વિજેટ્સમાં દેખાશે, જે તમે હજી સુધી વાંચ્યા નથી.
  3. Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
    ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
    Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
  4. ત્રીજી રીત- વોટ્સએપ વેબ પર એક એવી રીત પણ છે, જેની મદદથી યુઝર્સ બીજાને ખબર પડયા વિના  વોટ્સએપ મેસેજ વાંચી શકે છે. તમે WhatsApp વેબ પર જે મેસેજ વાંચવા માંગો છો તેના પર માઉસ કર્સરને ખસેડો. આમ કરવાથી અનરીડ મેસેજ સંપૂર્ણ દેખાશે, જેને યુઝર્સ તેમની સુવિધા અનુસાર વાંચી શકશે અને સામે વાળાને બ્લૂ ટિક દેખાશે જ નહીં.

 

Next Article