WhatsApp Tips & Tricks : વોટ્સએપ પર મોટી ફાઇલ મોકલવી છે ? બસ આ સ્ટેપ્સ કરો ફોલો અને કામ સરળ

|

Sep 05, 2021 | 7:37 PM

વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો.

WhatsApp Tips & Tricks : વોટ્સએપ પર મોટી ફાઇલ મોકલવી છે ? બસ આ સ્ટેપ્સ કરો ફોલો અને કામ સરળ
Now you can send large file on WhatsApp

Follow us on

દુનિયાભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. તેવામાં હાલ WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની ક્વોલિટી સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન મળી રહેશે. તેની મદદથી તમે HD ફોટોઝ પણ શેયર કરી શક્શો.

જોકે આ ઓપ્શન હમણાં પણ યૂઝર્સ પાસે છે. વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો. તેના માટે જ આજે અમે તમારા માટે કેટલાક સરળ સ્ટેપ્સ લઇને આવ્યા છીએ. હાઇ-ક્વોલિટી ફોટો સેન્ડ કરવા માટે વધુ ડેટાનો વપરાશ થશે.

વોટ્સએપ પર મોટી ફાઈલ મોકલવાઆ સ્ટેપ્સને કરો ફોલો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1. હાઇ રેઝ્યોલૂશન ફોટો કે વીડિયો મોકલવા માટે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો.
2. હવે તે ચેટને સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ.
3. ચેટ બોક્સની જમણી બાજુએ આપેલા ક્લિપના આઇકોન પર ક્લિક કરો.
4. હવે તમને ઘણા બધા ઓપ્શન્સ દેખાશે.
5. હવે તમે ઇમેજ અથવા તો વીડિયોનો ઓપ્શન સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટના ઓપ્શનને સિલેક્ટ કરો.
6. હવે એ વીડિયો કે ફોટો સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ.
7 તમે ફાઇલ મેનેજરમાંથી પણ તે પસંદ કરી શકો છો.
8. હવે ફોટો કે વીડિયો સિલેક્ટ કરીને સેન્ડ આઇકોન પર ક્લિક કરો.
9. તમારો ફોટો ફુલ સાઇઝમાં રિસીવર પાસે જતો રહેશે.

WhatsApp એ લોન્ચ કર્યા ‘Money Heist’ સ્ટીકર્સ

કંપનીએ પ્રોફેસર, ટોક્યો, બોગોટા, રિયો, સ્ટોકહોમ, આર્ટુરો, લિસ્બન, એલિસિયા સીએરા અને નૈરોબી જેવા શોના પાત્રો દર્શાવતા 17 સ્ટીકરો લોન્ચ કર્યા છે. આ બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ છે.

આ રીતે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો સ્ટીકર્સ

  1. WhatsApp ખોલો.
  2. ચેટ વિન્ડો ખોલો.
  3. સ્ટીકર આયકન પર ક્લિક કરો.
  4. વોટ્સએપના સ્ટીકર સ્ટોરમાં, સ્ટીકર હાઇસ્ટ એનિમેટેડ સ્ટીકર પસંદ કરો.
  5. વોટ્સએપ માટે મની હાઇસ્ટ સ્ટીકર પેક ડાઉનલોડ કરો.
  6. હવે તમારી સ્ટીકર પેક સૂચિમાં મની હાઇસ્ટ સ્ટીકરો ઉમેરવામાં આવશે અને તમે તેને કોઈપણ વપરાશકર્તાને મોકલી શકો છો.

આ પણ વાંચો –

Viral Video: ભાઈ બનવા ગયો ઉસૈન બોલ્ટ પણ થઈ ગયા શરીરનાં બધા બોલ્ટ ઢીલા, Video જોઈને તમે પણ હસી હસીને થઈ જશો લોટપોટ

આ પણ વાંચો –

AMCની ડીમોલેશન ડ્રાઇવને લઇને વિવાદ, કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશન કાર્યવાહીનો કોંગ્રેસ ધારાસભ્યોનો આક્ષેપ

આ પણ વાંચો –

Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

Next Article