Whatsapp ની નવી પ્રાઇવેસી પોલિસી હોલ્ડ પર ,અહીં જાણો તમામ વિગત

|

Jul 09, 2021 | 4:03 PM

વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટના જણાવ્યું જે તેણે હાલ પ્રાઈવેસી પોલિસી અપડેટને જ્યાં સુધી કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી રોકી રાખ્યું છે.

Whatsapp ની નવી પ્રાઇવેસી પોલિસી હોલ્ડ પર ,અહીં જાણો તમામ વિગત
Whatsapp tells Delhi HC new privacy policy on hold

Follow us on

વોટ્સએપ( Whatsapp) ની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને ગત વર્ષથી સતત વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વોટ્સએપ ફેબ્રુઆરી માસમાં નવી પ્રાઈવેસી પોલિસી(Privacy Policy)  લાગુ કરવાની હતી. પરંતુ તેના વિરોધના પગલે તેને મે માસ સુધી મોકૂફ રાખી હતી. જેની બાદ વોટસએપે તેની પ્રાઈવેસી પોલિસી લાગુ કરવાનું કહ્યું હતું.

યુઝર્સ પર કોઇ દબાણ ઉભુ નહિ કરે

આ દરમ્યાન વોટ્સએપે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટ(Delhi Highcourt) ના જણાવ્યું જે તેણે હાલ પ્રાઈવેસી પોલિસી અપડેટને જ્યાં સુધી કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી રોકી રાખ્યું છે. વોટ્સએપે કોર્ટના એમ પણ જણાવ્યું કે આ પોલિસી સ્વીકાર કરવા માટે તે યુઝર્સ પર કોઇ દબાણ ઉભુ નહિ કરે તેમજ ના તો કોઇ ફીચરને બંધ કરશે. તેમજ આ પોલિસીનો સ્વીકાર ના કરનારા યુઝર્સના પણ કોઇ ફીચરને અસર થશે નહિ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 વૉટ્સએપે દિલ્હી હાઇકોર્ટેને કહ્યું 

-જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ(Data Protection Bill)  લાગુ નહીં થાય ત્યાં સુધી તે યુઝર્સને તેની નવી પ્રાઈવેસી પોલિસી સ્વીકારવાનું દબાણ નહીં કરે. હાલ પોલીસીને અટકાવી દેવામાં  આવી છે.
– વોટ્સએપે મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને ન્યાયાધીશ જ્યોતિ સિંઘની બેંચ સમક્ષ સ્પષ્ટતા પણ કરી હતી કે પોલિસી સ્વીકાર ન કરનારા યુઝર્સના કોઇ    ફીચરને મર્યાદિત કરશે નહીં
– વોટ્સએપ તરફથી રજૂઆત કરતાં વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે સ્વેચ્છાએ આ નીતિને અટકાવી છે. અમે લોકોને તે સ્વીકારવાની ફરજ પાડીશું  નહીં.
– આ ઉપરાંત સાલ્વે જણાવ્યું હતું કે, તેમ છતાં વોટ્સએપ તેના યુઝર્સ માટે અપડેટ ડિસ્પ્લે કરવાનું ચાલુ રાખશે.
– સિંગલ જજના હુકમ વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ વોટ્સએપની અપીલ પર સુનાવણી કરી રહી હતી.

અદાલત ફેસબુક અને તેની સહાયક કંપની વોટ્સએપની અપીલ પર સુનવણી કરી રહી હતી. સીસીઆઇ દ્વારા વોટ્સએપની પ્રાઈવેસી પોલિસી પર તપાસ કરવાના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કરેલા સિંગલ જજના ચુકાદાને વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટના પડકાર્યો હતો.

જેમાં દિલ્હી હાઇકોર્ટે વોટ્સએપને ડેટા પ્રાઈવેસી પોલિસી પર પણ સવાલ પૂછ્યા હતા.હાઇકોર્ટ વોટસએપને પૂછ્યું કે તમારી વિરુદ્ધ આરોપ છે કે તમે યુઝર્સનો ડેટા બીજી કંપનીઓને વેચો છો. કોર્ટેએ એ પણ જણાવ્યું કે ભારતમાં વોટ્સએપની અલગ નીતિ છે. જ્યારે યુરોપ માટે અલગ નીતિ છે. એવું કેમ ?

આ પણ વાંચો :  ફિલ્મો માટે આ 10 મુસ્લિમ બોલીવુડ સ્ટાર્સે અપનાવ્યા હિંદુ નામ, કોઈ ગયું હીટ અને કોઈ ફ્લોપ

આ પણ વાંચો : Dubai: 196 ફૂટ ઉંડાઈ ધરાવતો વિશ્વનો સૌથી ઉંડો સ્વિમિંગ પૂલ, અપાર્ટમેન્ટ, ગેરેજ, દુકાનો, જેવી તમામ સુવિધાઓથી સજ્જ એક જળમગ્ન શહેર, જુઓ વીડિયો

Published On - 3:27 pm, Fri, 9 July 21

Next Article