AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારું Whatsapp DP કોણ વારંવાર જોવે છે એ માલૂમ કરવું હોય તો જાણી લો આ નવા feature વિશે

વિશ્વમાં સૌથી વધુ વપરાતી મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp પોતાના યૂઝર્સ માટે એક ખાસ સિક્યોરિટી ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. જે ન માત્ર એપ્લિકેશનની સુરક્ષા કરશે પરંતુ યૂઝર્સની પ્રાઈવેટ-ખાનગી ચેટને પણ ગુપ્ત રાખશે.  Whatsapp સંબંધિત અપડેટ આપતી વેબસાઈટ વેબબીટાઈન્ફો પ્રમાણે ફોન અનલૉક થયા બાદ પણ Whatsapp પર ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને તમારી ઓળખની પુષ્ટિ કરવી પડશે. હાલ […]

તમારું Whatsapp DP કોણ વારંવાર જોવે છે એ માલૂમ કરવું હોય તો જાણી લો આ નવા feature વિશે
| Updated on: Jan 11, 2019 | 5:30 AM
Share

વિશ્વમાં સૌથી વધુ વપરાતી મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશન Whatsapp પોતાના યૂઝર્સ માટે એક ખાસ સિક્યોરિટી ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. જે ન માત્ર એપ્લિકેશનની સુરક્ષા કરશે પરંતુ યૂઝર્સની પ્રાઈવેટ-ખાનગી ચેટને પણ ગુપ્ત રાખશે. 

Whatsapp સંબંધિત અપડેટ આપતી વેબસાઈટ વેબબીટાઈન્ફો પ્રમાણે ફોન અનલૉક થયા બાદ પણ Whatsapp પર ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને તમારી ઓળખની પુષ્ટિ કરવી પડશે. હાલ આ ફીચર Whatsapp 2.19.3 બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે.

iphoneમાં પણ આવશે આ ફીચર

હાલમાં જ આવેલા એક રિપોર્ટ પ્રમાણે આઈફોન માટે Whatsapp પર ફેસ આઈડી અને ટચ આઈડી ઈન્ટિગ્રેશન પર કામ થઈ રહ્યું છે. જોકે આ સુવિધા હજી સુધી યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી કરાઈ. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સ માટે આ ફીચર ક્યારે ઉપલબ્ધ થશે તેની કોઈ જાણકારી નથી.

તમારું પ્રોફાઈલ પિક્ચર કોણ જોવે છે તે પણ પડશે માલૂમ

આ ફીચરની મદદથી તમે એ પણ જોઈ શકશો કે તમારું પ્રોફાઈલ પિક્ચર કોણે જોયું છે. એ એક મજાનું ફીચર બની શકે છે. આ ફીચરની મદદથી તમે એ જાણી શકશો કે કોણ તમારા પ્રોફાઈલ પિક્ચરને જોવે છે.

આ પણ વાંચો: WhatsAppમાં થશે 5 મોટા બદલાવ, આવશે આ નવા ફીચર્સ!

સાથે જ આ ફીચરની મદદથી જ્યારે પણ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી કોઈ ઓનલાઈન આવશે તો તમને એક નોટિફિકેશન મળશે. પહેલા આ ફીચર યાહૂ ચેટમાં આપવામાં આવ્યું હતું અને સ્કાઈપ પર પણ આ ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરથી યૂઝર્સને માલૂમ પડી જશે કે તેના કોન્ટેક્ટમાંથી કોણ ઓનલાઈન છે અને કોણ નથી.

[yop_poll id=550]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">