WhatsApp New Feature: હવે ગ્રુપ એડમિન ગ્રુપ મેમ્બરના કોઈ પણ આપત્તિજનક મેસેજને કરી શકશે ડિલીટ

|

Jan 29, 2022 | 1:48 PM

નવું ફીચર બીટા વર્ઝન પર જોવા મળ્યું છે. વોટ્સએપના આ આગામી ફીચરને મોડરેશન નામ આપવામાં આવ્યું છે. આ ફીચર ટેલિગ્રામમાં પહેલાથી જ હાજર છે.

WhatsApp New Feature: હવે ગ્રુપ એડમિન ગ્રુપ મેમ્બરના કોઈ પણ આપત્તિજનક મેસેજને કરી શકશે ડિલીટ
WhatsApp New Update (Photo : wabetainfo)

Follow us on

વોટ્સએપ હવે એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી વોટ્સએપ ગ્રુપના એડમિનિ ગ્રુપના તમામ સભ્યોના મેસેજ ડિલીટ કરી શકશે. નવું ફીચર બીટા વર્ઝન પર જોવા મળ્યું છે. વોટ્સએપના આ આગામી ફીચરને મોડરેશન નામ આપવામાં આવ્યું છે. આ ફીચર ટેલિગ્રામ (Telegram)માં પહેલાથી જ હાજર છે. વોટ્સએપે હજુ સુધી આ ફીચર વિશે વિગતવાર માહિતી આપી નથી. હાલમાં, નવા ફીચર (WhatsApp New Feature)નું એન્ડ્રોઇડ અને iOSના બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

WhatsAppના ફીચર ટ્રેકિંગ WABetaInfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં નવા ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે કે મેસેજ ડિલીટ કર્યા પછી, “This was deleted by an admin, WABetaInfo” લખેલું છે. આ ફીચર ટેલિગ્રામમાં પણ છે પરંતુ જ્યારે મેસેજ ડિલીટ થાય છે ત્યારે આ પ્રકારનો મેસેજ ઉપલબ્ધ નથી હોતો.

આગામી ફીચર વોટ્સએપ ગ્રુપ્સ માટે એક શક્તિશાળી ટુલ સાબિત થશે. આ ફેક ન્યૂઝ પર અંકુશ લાવવામાં ઘણું ઉપયોગી થશે. અગાઉ, બોમ્બે અને મદ્રાસ હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે કે વ્હોટ્સએપ ગ્રુપ એડમિનિને બધા માટે મેમ્બરનો મેસેજ ડિલીટ કરવાનો અધિકાર નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાલમાં, ગ્રુપ એડમિન પાસે દરેક માટે અન્ય સભ્યના મેસેજને ડિલીટ કરવાનો વિકલ્પ નથી. ફક્ત સભ્યો જ દરેક માટે તેમના મેસેજ કાઢી શકે છે, જો કે તેના માટે પણ 4,096 સેકન્ડ એટલે કે એક કલાક, આઠ મિનિટ અને 16 સેકન્ડનો જ સમય મળે છે.

આ પણ વાંચો: Technology News: ફેસબુક મેસેન્જરે સીક્રેટ ચેટ માટે એડ કર્યા ઘણા બધા ફિચર્સ, કોલ માટે પણ શરૂ કર્યું E2E એન્ક્રિપ્ટેડ

આ પણ વાંચો: આ વ્યક્તિએ બનાવ્યું વાઈફાઈથી સંચાલિત રૂફ ગાર્ડન, મોબાઈલના એક ક્લિકથી આપી શકાય છે છોડને પાણી

આ પણ વાંચો: મ્યાનમારમાં સૈન્ય ‘સરમુખત્યારશાહી’ ને સમર્થન કરતા ચીનના બદલ્યા સુર, યુએનને કહ્યું- દેશને ‘સિવિલ વોર’થી બચાવવાનો પ્રયાસ કરો

Next Article