Whatsapp લાવી રહ્યુ છે 3 ધમાકેદાર ફીચર્સ, તેના વિશે જાણી યુઝર્સ થયા ખુશખુશાલ

|

Aug 09, 2022 | 5:15 PM

Whatsapp એ દુનિયાના સૌથી વધારે વપરાતા મેસેજિંગ એપ તરીકે જાણીતુ છે. આવનારા સમયમાં વોટ્સએપ પોતાના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવવા જઈ રહ્યુ છે.

Whatsapp લાવી રહ્યુ છે 3 ધમાકેદાર ફીચર્સ, તેના વિશે જાણી યુઝર્સ થયા ખુશખુશાલ
Whatsapp new features
Image Credit source: file photo

Follow us on

આજે દુનિયામાં લગભગ દરેકના ફોનમાં મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) હશે જ. વોટ્સએપ આજે દુનિયામાં પોતાના લાખો-કરોડો યુઝર્સ ધરાવે છે. તે તેની સુવિધા માટે પણ એટલુ જ જાણીતુ છે. અવારનવાર તે પોતાના યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર (WhatsApp Features) લાવતુ રહે છે. આ પ્રખ્યાત મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સની સુરક્ષાનું પણ ધ્યાન રાખતા હોય છે. હવે નજીકના ભવિષ્યમાં વોટ્સએપમાં 3 નવા ફીચર જોવા મળશે. આ વાતની જાણકારી મેટા કંપનીના સ્થાપક અને સીઈઓએ આપી છે. ચાલો જાણીએ વોટ્સએપના આ નવા ફીચર્સ વિશે.

ઓનલાઈન સ્ટેટસ માટે આવશે આ નવુ ફીચર

વોટ્સએપના આ નવા ફીચરની મદદથી તમે એ વાત નક્કી કરી શકશો કે તમારુ ઓનલાઈન સ્ટેટસ તમે કોને બતાવવા માંગો છો અને કોને નહીં. આ ઓનલાઈન સ્ટેટસની મદદથી કોઈ પણ વ્યક્તિ જાણી શકો છે કે તેમે ઓનલાઈન છો કે નહીં. કેટલાક લોકો ઈચ્છે છે કે તેમનું ઓનલાઈન સ્ટેટસ અમુક લોકોને ના ખબર પડે. તેમના માટે આ ફીચર મદદગાર સાબિત થશે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ પોતાનું ઓનલાઈન સ્ટેટસ છુપાવી શકશે. આ ફીચર ઓગસ્ટના અંત સુધીમાં આવવાની સંભાવના છે. આ ફીચરની મદદથી તમે નક્કી કરી શકશો કે આ ઓનલાઈન સ્ટેટસ કોને બતાવવુ અને કોને નહીં.

સ્ક્રીનશોટ બ્લોકિંગ

જો મેસેજ મોકલનારે સ્ક્રીનશોટ બ્લોક કર્યો હોય તો હવે વોટ્સએપ યુઝર્સ View Onceના મેસેજના સ્ક્રીનશોટ પણ નહીં લઈ શકશે. આ ફીચર આવવાથી View Once ફીચર વધારે મજબૂત થશે. આ ફીચર વોટ્સએપ યુઝર્સ સુધી લાવવામાં વધારે સમય લાગી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

છુપાઈને ચાલાકીથી છોડી શકશો વોટ્સએપ ગ્રુપ

અત્યારે આપણે કોઈ પણ ગ્રુપનો ભાગ હોઈએ અને જો આપણે ગ્રુપ છોડી દઈએ તો ગ્રુપના અન્ય સભ્યોને આ વિશે ખબર પડે છે, પરંતુ હવે કંપની યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવું ફીચર લાવવા જઈ રહી છે જેથી કરીને જો તમને કોઈ મળે તો પણ તમે ગ્રુપ છોડી દો, તો ગ્રુપમાં હાજર અન્ય સભ્યોને આની જાણ નહીં થાય. નોંધનીય બાબત એ છે કે, જ્યારે તમે ગ્રૂપ છોડશો ત્યારે ગ્રૂપ એડમિનને ચોક્કસ માહિતી મળશે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર આ મહિનામાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

Next Article