WhatsAppમાં વિડીયો સંબંધિત નવું ફીચર આવ્યું, જાણો વિશેષતાઓ

|

Feb 28, 2021 | 7:31 AM

WhatsAppનું આ નવું ફીચર હજી સુધી બધા યુઝર્સ  સુધી પહોંચ્યું નથી. આગામી 1-2 દિવસમાં તમામ યુઝર્સ  સુધી પહોંચી શકે છે.

WhatsAppમાં વિડીયો સંબંધિત નવું ફીચર આવ્યું, જાણો વિશેષતાઓ

Follow us on

WhatsApp પર વધુ  એક આશ્ચર્યજનક ફીચર્  ઉમેરવામાં આવ્યું  છે. વોટ્સએપમાં આ નવું ફીચર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. વોટ્સએપના આ નવા ફીચરની મદદથી યુઝર હવે કોઈપણ વીડિયોને બીજા યુઝરને મોકલતા પહેલા તે વીડિયોને મ્યૂટ કરી શકશે. એટલે કે વોટ્સએપ યુઝર હવે અન્ય યુઝરને વિડીયો મોકલતા પહેલા વીડિયોનો અવાજ રોકી શકશે. જ્યારે આ ફીચર દ્વારા એક યુઝર્સે  મોકલાવેલો વિડિઓ અન્ય યુઝર પ્રાપ્ત કરશે  ત્યારે તેમાં કોઈ અવાજ આવશે નહીં. WhatsApp પર આ નવા ફીચરની લાંબા સમયથી રાહ જોવાતી હતી. 

WhatsApp પર વીડિયો મોકલવાની વિંડોમાં એડિટ વીડિયો ઓપ્શનની નજીક  મ્યૂટ વીડિયો ફીચર  આપવામાં આવ્યું છે.  ઉપર ડાબી બાજુએ સ્પીકર આઇકોન આપવામાં આવેલ છે. વિડિઓને મ્યૂટ કરવા માટે  યુઝર્સે કોઈપણને વિડીયો મોકલતા પહેલા ફક્ત સ્પીકર આયકન પર ટેપ કરી વિડીયો મ્યુટ કરવાનો રહેશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

WhatsApp પર  વિડીયો મ્યૂટ કરવાનું આ ફીચર અગાઉ બીટા વર્ઝનમાં હતું. હવે તેનું સ્ટેબલ વર્ઝન આવી ગયું છે. WhatsAppનું આ નવું ફીચર હજી સુધી બધા યુઝર્સ  સુધી પહોંચ્યું નથી. આગામી 1-2 દિવસમાં તમામ યુઝર્સ  સુધી પહોંચી શકે છે.

Next Article