WhatsAppએ એડ કર્યા ઉપયોગી ફીચર્સ, બિઝનેસ એપમાં મળશે શોપિંગની સુવિધા તો પરેશાન કરતા લોકો માટે Always Muteનું ઓપ્શન

|

Oct 24, 2020 | 6:23 PM

વોટ્સએપ જબરદસ્ત ફીચર્સ લાવી રહ્યું છે. વોટ્સએપ ગ્રાહકોને તેમની બિઝનેસ એપ્લિકેશન પર શોપિંગ કરવાની તક આપશે અને પરેશાન કરતા કોન્ટેક્ટને હંમેશા મ્યુટ કરવા ઓપશન પણ ઉપલબ્ધ કરાવશે. આ બંને ફીચર યુઝર્સ માટે ઉપયોગી સાબિત થવાની આશા સેવાઈ રહી છે. બિઝનેસ કરતા યુઝર્સ માટે WhatsApp Business નામની એક અલગ એપ્લિકેશન છે. આ એપને એક માર્કેટ પ્લેસની […]

WhatsAppએ એડ કર્યા ઉપયોગી ફીચર્સ, બિઝનેસ એપમાં મળશે શોપિંગની સુવિધા તો પરેશાન કરતા લોકો માટે Always Muteનું ઓપ્શન

Follow us on

વોટ્સએપ જબરદસ્ત ફીચર્સ લાવી રહ્યું છે. વોટ્સએપ ગ્રાહકોને તેમની બિઝનેસ એપ્લિકેશન પર શોપિંગ કરવાની તક આપશે અને પરેશાન કરતા કોન્ટેક્ટને હંમેશા મ્યુટ કરવા ઓપશન પણ ઉપલબ્ધ કરાવશે. આ બંને ફીચર યુઝર્સ માટે ઉપયોગી સાબિત થવાની આશા સેવાઈ રહી છે. બિઝનેસ કરતા યુઝર્સ માટે WhatsApp Business નામની એક અલગ એપ્લિકેશન છે. આ એપને એક માર્કેટ પ્લેસની ગરજ સારે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. જ્યાં લોકો ચેટ દ્વારા વ્યવસાય કરી શકે છે. હવે આ પ્લેટફોર્મ પરથી સીધી ખરીદીની નવી સુવિધા ટૂંક સમયમાં આવી રહી છે.
 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

વોટ્સએપનું માનવું છે કે આ ફીચરની મદદથી નાના કારોબારીઓને તેમનો વ્યવસાય વધારવામાં મદદ મળશે. કંપનીએ આ નવી સુવિધા માટે તેના બિઝનેસ યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે. બિઝનેસ અને ગ્રાહકો બંનેને જાગૃત કરવા માટે ખાસ મામલાઓમાં તેમનો ડેટા ફેસબુક પર શેર કરવામાં આવશે. આ ઉપરાંત ફેસબુક હોસ્ટિંગ સોલ્યુશન માટે વધારાની ચુકવણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. વોટ્સએપ વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતી ફેસબુક હોસ્ટિંગ સેવાને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટ કરવામાં આવશે.  બિઝનેસ અને ગ્રાહકો વચ્ચેના મેસેજ અન્ય કોઈ પણ જોઈ શકશે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે બિઝનેસમાં  સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર દુનિયાભરના 175 મિલિયન લોકો વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો તમને ALWAYS MUTE  સેટિંગ્સનો વિકલ્પ દેખાતો નથી તો તરત જ તમારે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશનને અપડેટ કરો. ઘણા યુઝર્સ તરફથી સજેશન્સ મળ્યા હતા કે કેટલાક કોન્ટેક્ટ સતત મેસેજનો મારો ચલાવી પરેશાન કરતા હોય છે. કોન્ટેક્ટ મ્યુટ કરવા પહેલા નિશ્ચિત સમયગાળાના ઓપ્શન અપાય હતા. પરંતુ હવે આ સજેશન્સ ઉપર કામ કરતા ALWAYS MUTE ફીચર્સ એડ કરાયું છે. વોટ્સએપ ઘણા સમયથી તેના બીટા વર્ઝનમાં આ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે અને હવે તે Android અને iOS બંને એપ્લિકેશનો પરના તમામ યુઝર્સ માટે રોલઆઉટ  કરવામાં આવી રહ્યું છે. આ પૂર્વે  WhatsAppએ તમામ વપરાશકર્તાઓ માટે એડવાન્સ સર્ચ વિકલ્પ રોલ આઉટ દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article