WhatsApp પર તમારી એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ, ક્યાં અને કેવી રીતે લેશો તેમાં ભાગ ?

આજના યુગમાં વોટ્સએપ એક પછી એક નવા ફીચર્સ અને નવી અપડેટ લાવતું રહે છે. દુનિયાભરમાં વોટ્સએપના લગભગ 1 બિલિયન(100 કરોડ)થી પણ વધુ યુઝર્સ છે. ઉપરાંત બિઝનેસ અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો માટે પણ વોટ્સએપ બિઝનેસના માધ્યમથી વિવિધ સુવિધાઓ મળે છે. થોડાં સમય પહેલાં વોટ્સએપ દ્વારા ‘વોટ્સએપ બિઝનેસ’ શરૂ કરવામાં આવ્યું હતું જેના નવા વેપાર અને […]

WhatsApp પર તમારી એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ, ક્યાં અને કેવી રીતે લેશો તેમાં ભાગ ?
Follow Us:
| Updated on: Feb 02, 2019 | 11:34 AM

આજના યુગમાં વોટ્સએપ એક પછી એક નવા ફીચર્સ અને નવી અપડેટ લાવતું રહે છે. દુનિયાભરમાં વોટ્સએપના લગભગ 1 બિલિયન(100 કરોડ)થી પણ વધુ યુઝર્સ છે. ઉપરાંત બિઝનેસ અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો માટે પણ વોટ્સએપ બિઝનેસના માધ્યમથી વિવિધ સુવિધાઓ મળે છે.

થોડાં સમય પહેલાં વોટ્સએપ દ્વારા ‘વોટ્સએપ બિઝનેસ’ શરૂ કરવામાં આવ્યું હતું જેના નવા વેપાર અને સ્ટાર્ટઅપ માટે કેટલાક પ્રકારના ટૂલ્સ મળે છે. જોકે હવે એવા જ લોકો માટે વોટ્સએપ એક ચેલેન્જ લઈને આવી છે. આ ચેલેન્જ જીતનારને 1.80 કરોડ રૂપિયાનો ઈનામ મળશે.

આ પણ વાંચો : વર્ષ-2019માં નોકરીયાત વર્ગ માટે દીવાળી પર રજામાં થયું મોટું નુકસાન,જાણો કેમ બન્યું આવું ?

સ્ટાર્ટ અપ માટે મોદી સરકારે ઘણાં નવા કાર્યક્રમો આપ્યા છે. જેના પર હવે સમગ્ર દુનિયામાંથી મદદ માટે અને નવા આઇડિયાને પ્રોત્સાહન આપવા માટે આગળ આવી રહ્યું છે. ભારતમાં વોટ્સએપે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા વોટ્સએપ ચેલેન્જ’લોન્ચ કરી છે. જોકે આ ચેલેન્જનું આયોજન સ્ટાર્ટઅપ અને નવ સાહસ(ઑન્ટ્રપ્રનર) સેક્ટરને વધુ પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ ચેલેન્જ પર વોટ્સએપે તેના મીડિયા રિલીઝમાં કહ્યું કે,ભારતના સ્થાનિક સમસ્યાઓને સુધારવા અને સામાજિક-આર્થિક સ્તર પર પ્રભાવ પાડી શકે તેવા આઇડિયા અને બિઝનેસ મોડલની સાથે વેપારીઓ ભાગ લઈ શકે છે.

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. જે 10 માર્ચ 2019 સુધી ચાલશે. તમામ એપ્લિકેશનનું મુલ્યાકંન એક સ્વતંત્ર કમિટી કરશે. જીતનાર 5 વિજેતાને લગભગ 50 હજાર ડોલર(35.6 લાખ રૂપિયા) આપવામાં આવશે. આ પ્રમાણે કુલ રકમ 1.78 કરોડ થઈ જાય છે.વિજેતાની જાહેરાત 24મી મેના રોજ કરવામાં આવશે.

[yop_poll id=”989″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">