AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પોલિયોની જેમ જ કોરોના પણ રસીથી જ હારશે? જાણો શું કહ્યું UNICEF એ આ વિશે

યુનિસેફે એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું છે કે માણસો સો વર્ષથી વધુ સમયથી વિવિધ જીવલેણ રોગો સામે રસી બનાવી રહ્યા છે. અને લડી રહ્યા છે.

શું પોલિયોની જેમ જ કોરોના પણ રસીથી જ હારશે? જાણો શું કહ્યું UNICEF એ આ વિશે
UNICEF
| Updated on: May 10, 2021 | 2:20 PM
Share

કોરોના વાયરસનો વિનાશ છેલ્લા દોઢ વર્ષથી દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યો છે. આ દિવસોમાં ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. ભારત સહિત કોરોના વાયરસ સામે લડવા માટે વિશ્વભરમાં રસીકરણ વધુને વધુ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરેક દેશોમાં વેક્સિન આપવાની કામગીરી જોરશોરમાં ચાલુ છે. આ દરમિયાન, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) એ સોમવારે કહ્યું હતું કે જીવલેણ વાયરસ કોરોના કોવિડ રસી દ્વારા પરાજિત થશે. યુનિસેફે કહ્યું કે કોરોના વાયરસના હાલ પણ લોકોને અપંગ બનાવનારા પોલિયો વાયરસ જેવા થઇને રહેશે.

યુનિસેફે એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું છે કે માણસો સો વર્ષથી વધુ સમયથી વિવિધ જીવલેણ રોગો સામે રસી બનાવી રહ્યા છે. અને લડી રહ્યા છે. પોલિયો માટેની રસી પણ તે જ રીતે બનાવવામાં આવી હતી. વીડિયોમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “પોલિયો એ છેલ્લા સદી સુધી એક ખતરનાક અને વ્યાપક રોગ હતો. પરંતુ હવે ડરવાની કોઈ વાત નથી. વેક્સિન પછી, પોલિયોના કેસો પણ ખૂબ જ નીચે આવ્યા છે.”

યુનિસેફે ભારતમાં વધી રહેલા કોરોના કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી

ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિસેફે ભારતમાં કોરોનાના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતમાં કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. અને આવી સ્થિતિમાં યુનિસેફના વડાએ એક નિવેદન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે “ભારતમાં કોરોનાના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય છે. આવા સમયે કોરોના સામે એક થઈને લડવાની જરૂર છે.” તે જ સમયે તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીએટા ફોરે મંગળવારે કહ્યું હતું કે “ભારતમાં ભયંકર પરિસ્થિતિએ અમને બધાને ચેતવણી આપી છે. જ્યાં સુધી વિશ્વ ભારતને મદદ કરવા પગલા નહીં લે ત્યાં સુધી આ દુર્ઘટના આખી દુનિયા માટે એક શાપ બની શકે છે. ”

આ પણ વાંચો: ગજબની વાત: શું મૃત્ય બાદ પણ ફિંગરપ્રિન્ટથી અનલોક થઇ શકે છે મોબાઈલ? જાણો આ વિજ્ઞાનની વાત

આ પણ વાંચો: Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ

g clip-path="url(#clip0_868_265)">