ગજબની વાત: શું મૃત્ય બાદ પણ ફિંગરપ્રિન્ટથી અનલોક થઇ શકે છે મોબાઈલ? જાણો આ વિજ્ઞાનની વાત

આજકાલ દરેક મોબાઇલ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે મૃત્યુ થાય છે ટે બાદ આ ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતું નથી.

ગજબની વાત: શું મૃત્ય બાદ પણ ફિંગરપ્રિન્ટથી અનલોક થઇ શકે છે મોબાઈલ? જાણો આ વિજ્ઞાનની વાત
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati

|

May 10, 2021 | 1:38 PM

ઘણી બધી મૂવીઝમાં તમે જોયું જ હશે કે કોઈની હત્યા કર્યા પછી વિલન તેની મિલકત અને અન્ય જરૂરી દસ્તાવેજો ઉપર અંગૂઠાની છાપ લે છે. પરંતુ વાસ્તવિકતામાં આ સત્યથી દૂર છે. વિજ્ઞાન પ્રમાણે આવું શક્ય નથી.

શું તમે જાણો છો કે મરી ગયા પછી આપણી ફિંગરપ્રિન્ટ્સ પહેલાં જેવી રહેતી નથી. તે બદલાય છે. કારણ કે તમે મર્યા બાદ માનવ શરીરમાં ઈલેક્ટ્રીકલ ચાર્જ ખતમ થઇ જાય છે. અને આ ઈલેક્ટ્રીકલ ચાર્જથી જ શરીરનું કોશિકા તંત્ર કામ કરતુ હોય છે.

તો શું કોઈ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ મૃત્યુ પછી બદલાઈ જાય છે? તેના મૃત્યુ પછી કેટલો સમય સુધી તેની પ્રિન્ટને ઓળખાવી શક્ય છે?

મૃત્યુ પહેલાં તમારી ફિંગરપ્રિન્ટ્સ જેટલી સ્વચ્છ અને સમજી શકાય એવી હોય છે. તેટલી મૃત્યુ પછી રહેતી નથી. તે માત્ર બદલાતી જ નથી પણ મોટા પ્રમાણમાં અસ્પષ્ટ પણ બને છે. તેનું શાર્પિંગ ગાયબ થઈ જાય છે.

જો તમને ક્રાઈમ નવલકથા અથવા તે ફિલ્મો જોવાના શોખીન છો, તો તમને લાગે કે આવું ન થઈ શકે. 14 મી જુલાઈ, 2015 ના રોજ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસના પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પ્રિન્ટિંગના બે સેટ્સ વચ્ચેનો સમય અંતરાલ વધતાં ફિંગરપ્રિન્ટની માન્યતા ઓછી વિશ્વસનીય બને છે.

જકડાઈ જાય છે આંગળીઓ

સામાન્ય રીતે મૃત્યુ પછી, કોઈપણ વ્યક્તિની આંગળીઓ જકડાઈ જાય છે. જેના કારણે તેની આંગળીની છાપ લેવી સરળ નથી. વૈજ્ઞાનિકો માટે વિશેષ ટૂલ્સ બનાવવામાં આવ્યું છે છે. આવી સ્થિતિમાં એ ટૂલ્સના ઉપયોગથી ફિંગરપ્રિન્ટ્સ લઈ શકાય છે.

પરંતુ ફિંગરપ્રિન્ટ્સ ઘણી વાર લેવી લગભગ અશક્ય બની જાય છે. જો ડેડ બોડી ખૂબ ઓગળી ગઈ હોય, તો પણ ફિંગરપ્રિન્ટ્સ લઈ શકતા નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે મૃત અને જીવંત વ્યક્તિઓની આંગળીની છાપમાં ઘણા તફાવત હોય છે. તેમ છતાં ડોકટરો, ફોરેન્સિક નિષ્ણાતો તેમના વિશે શોધ કરી જ લે છે છે. તેથી તેના વિશે પ્રયોગશાળાઓમાં સ્પષ્ટ ખબર પડી જાય છે.

ફોરેન્સિકના લોકોને તરત સમાજ આવી શકે છે કે આ પ્રિન્ટ જીવતા વ્યક્તિના છે કે મૃત. પ્રયોગશાળામાં પણ આસાનીથી તેઓ શોધી લેતા હોય છે.

કેટલીકવાર આ ફિંગરપ્રિન્ટ્સ પણ ઉપયોગી હોય છે

જો કે, એવું નથી કે મૃત વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ્સ કામના નથી હોતા. પરંતુ જીવતા વ્યક્તિ અને મરી ગયા પછી ફિંગરપ્રિન્ટમાં ખાસ પ્રકારની સપ્રમાણતા જોવા છે. ઘણી વખત મૃતકની ઓળખ પણ ફિંગરપ્રિન્ટ દ્વારા કરવામાં આવે છે. આ કિસ્સામાં વૈજ્ઞાનિકો પ્રિન્ટ લેવા માટે સિલિકોન પુટ્ટીનો ઉપયોગ કરે છે. તે સિલિકોન પટ્ટી પર પ્રિન્ટ લે છે તે પ્રિન્ટ્સનો ફોટો લઈને ઉપયોગમાં લઇ શકાય છે.

શું મૃત્ય બાદ ફિંગરપ્રિન્ટથી મોબાઈલ લોક ખુલી શકે છે?

આજકાલ દરેક મોબાઇલ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે મૃત્યુ થાય છે ટે બાદ આ ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતું નથી.

ખરેખર, આપણે જે તકનીકીનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે કરીએ છીએ, તેની તકનીક એટલી અદ્યતન છે કે તે મૃત વ્યક્તિ અને જીવંત વ્યક્તિ વચ્ચેનો તફાવત ઝડપથી પકડી લે છે. જો તમે તેના ફોનના સેન્સર પર કોઈ મૃત વ્યક્તિની આંગળીને સ્પર્શ કરાવશો તો ટે અનલોક થશે નહીં.

કારણ શું છે

આની પાછળ સૌથી મોટું કારણ એ પણ છે કે મૃત્યુ પછી આપણી આંગળીની છાપ સંકોચવા લાગે છે. આથી જ આ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી મૃત અને જીવંત માણસ વચ્ચેનો તફાવત સમજે છે. મોટેભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર મૃત્યુ પછીની થોડી મિનિટોમાં કામ કરી શકે છે પરંતુ પછી કામ કરતું નથી.

આ પણ વાંચો: Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ

આ પણ વાંચો: CORONA : તુલસી, તજ અને લવિંગનું મિશ્રણ ફેફસાં માટે ફાયદાકારક, ઓક્સિજનનું પણ સ્તર સુધરશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati