
આજે દેશ અને દુનિયામાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની માંગ વધી રહી છે ત્યારે તે ગેજેટ્સ આપણા પર્યાવરણમાં ઝેર બનીને ફરી રહ્યા છે, જે માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો બની રહ્યા છે. ત્યારે આ લેખમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) એ દેશ અને દુનિયા માટે કેટલો મોટો ખતરો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે તે અંગે જાણીશું. ઈલેક્ટ્રોનિક કચરો (ઈ-વેસ્ટ) શું છે ? ઈલેક્ટ્રોનિક સામાન જે આપણે ઘર અને ઉદ્યોગોમાં ઉપયોગ કર્યા પછી ફેંકી દઈએ છીએ તેને ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) કહેવાય છે. જ્યારે આ કચરો યોગ્ય રીતે એકત્ર કરવામાં ન આવે ત્યારે સમસ્યા સર્જાય છે. તેમજ તેના બિન વૈજ્ઞાનિક નિકાલને કારણે પાણી, માટી અને હવા ઝેરી બની રહી છે. જે સ્વાસ્થ્ય માટે પણ સમસ્યારૂપ બની રહ્યા છે. મોબાઈલ ફોન આજે માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ફોન લોકોના કામ જેટલા સરળ બનાવી રહ્યો છે તેટલો જ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. કારણ કે ફોન ઈલેક્ટ્રોનિક કચરો...