કોમ્પ્યુટરમાં આવેલો વાયરસ ખાલી કરી શકે છે તમારુ બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન

|

Nov 25, 2021 | 1:45 PM

કોમ્પ્યુટરમાં જ્યારે માલવેર આવે છે, જેના કારણે તેના પર થર્ડ પાર્ટીનું નિયંત્રણ હોય છે. ગુનેગારો ગુનાહિત હેતુઓ સહિત ઘણી વસ્તુઓ માટે બોટનેટનો ઉપયોગ કરે છે. બોટનેટનો ઉપયોગ સામાન્ય રીતે ઇમેઇલ સ્પામ કેમ્પૈન, સ્પાયવેર ફેલાવવા અને ડેટા ચોરી માટે થાય છે.

કોમ્પ્યુટરમાં આવેલો વાયરસ ખાલી કરી શકે છે તમારુ બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ધ્યાન
Virus in computer

Follow us on

આજના યુગમાં મોટાભાગના લોકો બેંક સંબંધિત કામ માટે ઈન્ટરનેટ (Internet) અને સ્માર્ટફોનનો (Smart Phone) સહારો લે છે. આવ સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસ ઝડપથી વધી રહ્યા છે. આવ સ્થિતિમાં તેમનાથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંની એક પદ્ધતિ બોટનેટ દ્વારા છે. ચાલો જાણીએ બોટનેટ શું છે અને તેનાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

બોટનેટએ કમ્પ્યુટર્સનું નેટવર્ક છે જેની સાથે છેડછાડ કરવામાં આવે છે. બોટનેટમાં હાજર દરેક ઉપકરણને બોટ કહેવામાં આવે છે. એક બોટ એ સમયે બને છે જ્યારે કોમ્પ્યુટરમાં માલવેર આવે છે, જેના કારણે તેના પર થર્ડ પાર્ટીનું નિયંત્રણ હોય છે. ગુનેગારો ગુનાહિત હેતુઓ સહિત ઘણી વસ્તુઓ માટે બોટનેટનો ઉપયોગ કરે છે. બોટનેટનો ઉપયોગ સામાન્ય રીતે ઇમેઇલ સ્પામ કેમ્પૈન, સ્પાયવેર ફેલાવવા અને ડેટા ચોરી માટે થાય છે.

બોટનેટની અસર શું છે?

બોટનેટ્સ સાથે, તમારું નેટવર્ક વાયરસથી સંક્રમિત થઈ જાય છે, જેથી ગુનેગારો તમારા ડેટા અને ટ્રાંઝેક્શનને ઍક્સેસ કરી શકે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કીલોગર્સનો ઉપયોગ કરીને બેંકિંગ ઓળખપત્રની ચોરી કરી શકાય છે.

તમારા કમ્પ્યુટરનો ઉપયોગ મોટા પાયે સ્પામ ઇમેઇલ ફેલાવવા માટે થઈ શકે છે.

તમારા કમ્પ્યુટરનો ઉપયોગ અન્ય ઉપકરણોને સંક્રમિત કરવા માટે થઈ શકે છે.

તમારા કમ્પ્યુટરનો ઉપયોગ ક્લિક છેતરપિંડી માટે થઈ શકે છે, જેના દ્વારા તે તમારી જાણ વગર નામાંકિત વેબસાઇટ્સની મુલાકાત લઈ શકે છે, જેનાથી ખોટો વેબ ટ્રાફિક સર્જાય છે.

બોટનેટ ટાળવા માટે સલામતી ટીપ્સ

કેટલાક પ્રતિષ્ઠિત સુરક્ષા સોફ્ટવેર (એન્ટીવાયરસ) નો ઉપયોગ કરો. ખાતરી કરો કે તે હંમેશા અપડેટ અને સ્વિચ ઓન છે.

અજાણ્યા, શંકાસ્પદ અથવા અવિશ્વસનીય સ્થાનેથી ઈમેલમાં આપેલી ફાઈલો ક્યારેય ખોલશો નહીં.

અજાણ્યા, શંકાસ્પદ અથવા અવિશ્વસનીય સ્ત્રોતોમાંથી ઈમેઈલની લિંક પર ક્લિક કરશો નહીં.

મિત્રો અથવા પરિચિતો તરફથી મળેલા ઈમેઈલ પણ ગડબડી વાળા હોઈ શકે છે, કારણ કે તેમના ઉપકરણો વાયરસથી સંક્રમિત હોય શકે છે.

કનેક્ટેડ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધ રહો, કારણ કે તેમાં માલવેર હોઈ શકે છે.

CDs/DVDsનો ઉપયોગ કરતી વખતે પણ સાવચેત રહો કારણ કે તેમાં વાયરસ પણ હોઈ શકે છે.

 

આ પણ વાંચો – Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર

આ પણ વાંચો – પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

Next Article