ફિટનેસ ફ્રીક લોકો જરુરથી જોજો આ વીડિયો, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય છે આવું જીમ, જુઓ વીડિયો
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરતા અવકાશયાત્રીઓનું જીવન આપણે વિચારીએ છે તેના કરતા વધારે મુશ્કેલ હોય છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સૂક્ષ્મગુરુત્વના માહોલમાં અવકાશયાત્રીઓએ મોટાભાગનો સમય જીમમાં વીતાવવો પડે છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશ યાત્રીઓ પ્રયોગ અને અવલોકનો સાથે જીમમાં પણ વ્યસ્ત રહે છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કરેલા અવલોકનોને પૃથ્વી પર મોકલવાના હોય છે અને સાથે જ મોટા ભાગનો સમય પોતાની સંભાળ પણ રાખવાની હોય છે. અવકાશનામાં તેમણે પોતાનું શરીર સક્રિય રાખવુ પડે છે, જેના માટે કસરતની જરુર હોય છે.
જેમ પૃથ્વી પર એક વ્યક્તિને કસરત માટે વોકિંગ અને જીમનો વિકલ્પ હોય છે. પણ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓને કસરત માટે એક જીમ જ મળે છે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આવેલા જીમમાં દરેક અવકાશયાત્રી કસરત કરી શકે છે. જીમ જવુ એક અવકાશયાત્રીના રુટીનનો મહત્વનો ભાગ હોય છે. વિશેષજ્ઞો અનુસાર શૂન્ય ગુરુત્વાકક્ષણના માહોલમાં અવકાશયાત્રીઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
આ પણ વાંચો : લગ્નનું આમંત્રણ વોટ્સએપ પર મોકલવા માટે આ સરળ રીતે બનાવો ક્રિએટિવ વેડિંગ કાર્ડ
આપણા શરીરની જૈવિક પ્રક્રિયાઓ ગુરુત્વ પર નિર્ભર કરે છે. અવકાશમાં ગુરુત્વહીનતાને કારણે માનવ શરીરની માંસપેશીઓ અને હાડકાઓના ભારમાં કમીની સંભાવના હોય છે. લાંબા સમય બાદ અવકાશયાત્રીઓના ધરતી પર પરત ફરવાના સમયે કોઈ દુષ્પ્રભાવનો સામનો ન કરવો પડે તેના માટે સ્પેસ સ્ટેશનમાં જીમની વ્યવસ્થા કરવામાં આવે છે.
અવકાશયાત્રીઓ રોજ ઓછામાં ઓછા 2 કલાક માટે કસરત કરે છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કસરત માટે ત્રણ ઉપકરણ હોય છે, એક ટ્રેડમિલ, એક સ્ટેશનરી સાઈકલ અને એક એડવાન્સ રેસિસ્ટિવ એક્સરસાઈઝ ડિવાઈસ.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ દોડવા, સાઈકલિંગ અને વજન ઉઠાવવા જેવી કસરત કરતા હોય છે. અહીં ટ્રેડમિલ અને સ્ટેશનરી બાઈસિકલ જેવી કસરતમાં અવકાશયાત્રીઓએ કેટલીક બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો તમે તો નથી કરતાને આ ભૂલ! નહીં તો બંધ થઈ જશે તમારૂ સિમ કાર્ડ, સરકારે બંધ કર્યા 55 લાખ સિમકાર્ડ
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
