લગ્નનું આમંત્રણ વોટ્સએપ પર મોકલવા માટે આ સરળ રીતે બનાવો ક્રિએટિવ વેડિંગ કાર્ડ
ક્રિએટીવ વેડિંગ કાર્ડ બનાવવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં એક એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપનું નામે છે કેનવા. તમે આ એપ્લિકેશન દ્વારા કોઈ ચાર્જ વગર જ ક્રિએટિવ વેડિંગ કાર્ડ્સ બનાવી શકો છો. ચાલો જાણીએ કે એપ ઈન્સ્ટોલ કેવી રીતે કરવી અને ત્યારબાદ આગળ શું કરવાનું છે.

ડીજીટલ યુગમાં પોતાના લગ્ન હોય કે પરિવારના સભ્યોમાંથી કોઈના લગ્ન હોય કે પછી સગા સંબંધીઓમાંથી કોઈના મેરેજ હોય હવે લોકોએ વોટ્સએપ પર જ લગ્નના કાર્ડ મોકલવાનું શરૂ કર્યું છે. તેથી ઘણા લોકોના મનમા પ્રશ્ન થાય છે કે, ક્રિએટિવ વેડિંગ કાર્ડ કેવી રીતે બનાવવા? લગ્ન એક જ વખત થાય છે તેથી લગ્નનું કાર્ડ ખૂબ જ ક્રિએટિવ હોવું જોઈએ. આજે આપણે એકદમ સરળ ભાષામાં તેના વિશે જાણીશું. તમે માત્ર થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા જ ક્રિએટિવ વેડિંગ ઈન્વિટેશન કાર્ડ બનાવી શકો છો.
કોઈ ચાર્જ વગર ક્રિએટિવ વેડિંગ કાર્ડ્સ બનાવો
ક્રિએટીવ વેડિંગ કાર્ડ બનાવવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં એક એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપનું નામે છે કેનવા. તમે આ એપ્લિકેશન દ્વારા કોઈ ચાર્જ વગર જ ક્રિએટિવ વેડિંગ કાર્ડ્સ બનાવી શકો છો. ચાલો જાણીએ કે એપ ઈન્સ્ટોલ કેવી રીતે કરવી અને ત્યારબાદ આગળ શું કરવાનું છે.
એપ ક્યાથી અને કેવી રીતે ડાઉનલોડ કરશો
જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી Canva એપ સરળતાથી ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકો છો. જો તમે એપલ આઈફોન યુઝર છો તો એપ સ્ટોર પર જઈને કેનવા એપ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરી શકો છો.
આ રીતે બનાવો ક્રિએટિવ વેડિંગ કાર્ડ્સ
Canva એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમારે એપમાં વેડિંગ ઈન્વિટેશન લખીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે. સર્ચ રિઝલ્ટમાં તમને કેટલાક પેઈડ સેમ્પલ જોવા મળશે. આ ઉપરાંત ઘણા સેમ્પલ તમને ફ્રી પણ જોવા મળશે. તમને ગમે તે સેમ્પલ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમારે નામ, લગ્નની તારીખ અને સરનામું વગેરે વિગતો અપડેટ કરવી પડશે. તમને આ બધું એડિટ કરવાનો વિકલ્પ મળશે.
આ પણ વાંચો : શિયાળામાં ઈલેક્ટ્રિક ગીઝર લેવું કે ગેસ ગીઝર? જાણો તમારે માટે કયું રહેશે બેસ્ટ
વેડિંગ કાર્ડની તમામ વિગતો Canva એપમાં એડિટ કર્યા બાદ જ્યારે તમે આ ક્રિએટિવ વેડિંગ કાર્ડ સેવ કરશો, ત્યારે તમને કાર્ડ શેર કરવા માટે ઘણા બધા ઓપ્શન મળશે. તમે એપમાંથી જ કાર્ડને WhatsApp, Instagram અને Facebook પર સરળતાથી શેર કરી શકો છો.
