AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ MSP પર ઘઉંની ખરીદી, આ રાજ્યોમાં ટેકાના ભાવ કરતા વધુ મળી રહી છે કિંમત

ખુલ્લા બજાર(Open Market) માં આવેલી મંડીઓમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ઘણી જગ્યાએ ખેડૂતો(Farmers) ને ઘઉંની કિંમત નિયત MSP કરતા વધુ મળી રહી છે.

દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ MSP પર ઘઉંની ખરીદી, આ રાજ્યોમાં ટેકાના ભાવ કરતા વધુ મળી રહી છે કિંમત
Wheat Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:03 AM
Share

મુખ્ય રવિ પાક ઘઉંની લણણીની સિઝન ચાલી રહી છે. આ સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોએ પણ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદી(Wheat Procurement) શરૂ કરી છે. આ સાથે જ ખુલ્લા બજાર (Open Market)માં આવેલી મંડીઓમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ઘણી જગ્યાએ ખેડૂતો (Farmers)ને ઘઉંની કિંમત નિયત MSP કરતા વધુ મળી રહી છે. જેમાં પંજાબ અને રાજસ્થાનના ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધુ ભાવ મળી રહ્યા છે.

પંજાબ અને રાજસ્થાનમાં 2,500 રૂપિયા સુધી મળી રહ્યો છે ભાવ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ ખર્ચ અને ભાવ પંચે આ વખતે પણ રવિ પાકની MSP નક્કી કરી છે. જે અંતર્ગત પંચ દ્વારા રવિ સિઝન 2022-23 માટે પ્રતિ ક્વિન્ટલ એમએસપી 2015 નક્કી કરવામાં આવી છે. આ કિંમતે તમામ રાજ્ય સરકારો ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે, પરંતુ ખુલ્લા બજારોમાં ઘઉંની કિંમત એમએસપી કરતા પણ વધુ પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ પંજાબ અને રાજસ્થાનના ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના ભાવ 2,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી મળી રહ્યા છે.

આ મંડીઓમાં પણ MSP કરતા વધુ ભાવ મળી રહ્યા છે

પંજાબની મંડીઓની સાથે સાથે દેશભરમાં ખુલ્લા બજારોમાં આવેલી કેટલીક મંડીઓમાં ઘઉંના ભાવ હાલમાં MSP કરતા પણ વધુ પહોંચી ગયા છે. જે અંતર્ગત ઈન્દોર મંડીમાં ઘઉંની કિંમત 2,462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહી છે. જ્યારે ગુજરાતની અમરેલી મંડીમાં ઘઉંનો ભાવ 2,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે બુંદેલખંડની ઓરાઈ મંડીમાં અત્યારે ઘઉંની કિંમત 2,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ એક મુખ્ય કારણ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ બંને દેશોને વિશ્વના સૌથી મોટા ઘઉંની નિકાસ કરતા દેશો કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને દેશોમાંથી ઘઉંની નિકાસને અસર થઈ છે. જેના કારણે વિશ્વના દેશોમાં ભારતીય ઘઉંની માગ વધી છે. ભારતીય નિકાસકારોએ ઘણા દેશોમાં ઘઉંની નિકાસ કરવાનું શરૂ કર્યું છે.

ડેટા અનુસાર આ વર્ષે માર્ચ સુધીમાં ભારતે 70 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉંની નિકાસ કરી છે, જે ગત વર્ષ 21 લાખ મેટ્રિક ટન હતી. તે જ સમયે એવા અંદાજો છે કે ભવિષ્યમાં પણ ભારતીય ઘઉંની માગ વિશ્વમાં વધશે. જેના કારણે ખુલ્લા બજારોમાં ઘઉંના ભાવ MSP કરતા વધુ મળી રહ્યા છે.

આ પણ વાંચો: ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

આ પણ વાંચો: Emergency in Sri Lanka: શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા, આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">