Budget 2023: AI સેન્ટર ઓફ એક્સેલન્સ ખુલશે, મેક AI ઈન ઈન્ડિયા વિઝનને કરશે સાકાર

|

Feb 01, 2023 | 9:07 PM

કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારતમાં 'મેક એઆઈ ઈન ઈન્ડિયા' અને 'મેક એઆઈ વર્ક ફોર ઈન્ડિયા'ના વિઝનને સાકાર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સેન્ટર્સ ઑફ એક્સેલન્સ હશે.

Budget 2023: AI સેન્ટર ઓફ એક્સેલન્સ ખુલશે, મેક AI ઈન ઈન્ડિયા વિઝનને કરશે સાકાર
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ભારતમાં આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જેમાં સોના-ચાંદી અને સિગારેટના ભાવમાં પણ વધારાની વાત થઈ હતી. સાથે જ મોબાઈલ અને વાહનોના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે મોદી સરકારે ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણા મોટા ફેરફારો તરફ ધ્યાન દોર્યું છે અને AI તેમાંથી એક છે.

આ પણ વાંચો: Technology Budget 2023: 5G સર્વિસ માટે 100 લેબની જાહેરાત, દરેકને મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

AI સેન્ટર ઓફ એક્સેલન્સ ખુલશે

ભારત સરકાર ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ત્રણ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર્સ ઑફ એક્સલન્સ’ સ્થાપવાનું આયોજન કરી રહી છે. આ કેન્દ્રો કૃષિ, આરોગ્ય અને શહેરોમાં પ્રાયોગિક AI એપ્લિકેશનના સંશોધન અને વિકાસના ધ્યેય સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને અગ્રણી ઉદ્યોગો વચ્ચે સહયોગ હશે. તેનો હેતુ ભારતમાં મજબૂત AI ઈકો સિસ્ટમ સ્થાપિત કરવાનો અને કુશળ AI વ્યાવસાયિકોને તાલીમ આપવાનો છે.

મેક AI ઈન ઈન્ડિયા વિઝનને સાકાર કરશે

કેન્દ્રીય બજેટ 2023 દરમિયાન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારતમાં ‘મેક એઆઈ ઈન ઈન્ડિયા’ અને ‘મેક એઆઈ વર્ક ફોર ઈન્ડિયા’ના વિઝનને સાકાર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સેન્ટર્સ ઑફ એક્સેલન્સ હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે સેન્ટર ઑફ એક્સેલન્સ ત્રણ કેન્દ્રો હશે. ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવશે.

AI ઈકો સિસ્ટમ

તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ઉદ્યોગના અગ્રણી ખેલાડીઓ આંતરશાખાકીય સંશોધન કરવા, કૃષિ, આરોગ્ય અને ટકાઉ શહેરોના ક્ષેત્રોમાં અત્યાધુનિક એપ્લિકેશનો અને સ્કેલેબલ સમસ્યા ઉકેલો વિકસાવવા માટે ભાગીદારી કરશે. આ એક અસરકારક AI ઈકો સિસ્ટમને પ્રોત્સાહન આપશે અને ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત માનવ સંસાધનોનું સંવર્ધન કરશે.

UPI ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી: નિર્મલા સીતારમણ

આ સાથે બજેટ સ્પીચમાં નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતનું અર્થતંત્ર 10મા નંબરેથી 5મા નંબરે પહોંચ્યુ. 11.7 કોરોડ લોકો માટે શૌચાલય બનાવવામાં આવ્યુ તો ઉજ્જવલ યોજના અંતર્ગત 9.6 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા તો સાથે UPI ડિજિટલ ક્ષેત્રમાં ક્રાંતિ આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.

Next Article