ટ્વિટર કરી રહ્યુ છે નવા ફીચરનું ટેસ્ટિંગ, જાણો કઈ કઈ સુવિધા આપી શકે છે ટ્વિટરનું આ ફીચર

|

Aug 02, 2022 | 7:54 PM

હાલમાં ટ્વિટર (Twitter) પોતાના નવા ફીચર પર કામ કરી રહ્યુંં છે. આ અહેવાલમાં જાણો કેવુ હોય શકે છે આ નવુ ફીચર અને તેનાથી ટ્વિટર યુઝર્સને ક્યા ક્યા ફાયદા થશે.

ટ્વિટર કરી રહ્યુ છે નવા ફીચરનું ટેસ્ટિંગ, જાણો કઈ કઈ સુવિધા આપી શકે છે ટ્વિટરનું આ ફીચર
Twitter is testing a new feature
Image Credit source: file photo

Follow us on

ટ્વિટર (Twitter)એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે. તેના દુનિયામાં કરોડો યુઝર્સ છે. ટ્ટિટર પોતાના યુઝર્સ અવારનવાર કંઈક નવુ લાવતુ રહે છે. જેથી યુઝર્સની સુવિધામાં વધારો થાય. હાલમાં, ટ્વિટર એક નવા ફીચરનું (Twitter new feature) ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ ફીચરની મદદથી તને એ હિસાબ રાખી શકો છો કે તમે કેટલી ટ્વિટ કરી. તમે તમારા હોમપેજ પર જોઈ શકશો કે તમે છેલ્લા એક મહિનામાં ટ્વિટર પર કેટલી ટ્વિટ કરી. રિવર્સ એન્જિનિયર્સે આ ફીચર મામલે એક મહિના પહેલા માહિતી આપી હતી કે ટ્વિટર એક આવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જાણવા જેવી વાત એ છે કે આજે સવારથી ટ્વિટરના કેટલાક યુઝર્સના ટ્વિટર એકાઉન્ટ પર આ ફીચર દેખાવા લાગ્યુ હતુ.

આ ફીચર ઘણી રીતે મદદરુપ સાબિત થઈ શકે છે. આ ફીચર એ લોકો માટે ઘણો ઉપયોગી સાબિત થશે, જે લાંબા સમય સુધી ટ્વિટર પર એક્ટિવ રહે છે. આ ફીચરની મદદથી તમે એ પણ જાણી શકશો કે એક મહિનામાં કેટલી ટ્વિટ કરે છે. તેના મદદથી તમે તમારા પસંદ મુજબ લોકોને ફોલો કરી શકો છો. દરેક પસંદ અલગ હોય છે, કોઈકને વધારે ટ્વિટ કરતા લોકો નથી પસંદ હોતા. ટ્વિટર પર વારંવાર એક જ વ્યક્તિની ટ્વિટ આવે તે કેટલાક લોકોને પંસદ નથી હોતુ. તેમના માટે આ ફીચર ઉપયોગી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

એક રિપોર્ટ અનુસાર ટ્વિટરના એર પ્રવક્તાએ જણાવ્યુ કે આ અમારા ચાલી રહેલા પ્રયોગોમાંથી એક છે. જ્યાં અમે અમારા યુઝર્સને બતાવવા માંગ્યે છે કે જેને તમે ફોલો કરી રહ્યા છો, તે ટ્વિટરનો કેટલો ઉપયોગ કરે છે. જેથી તે તેના ભવિષ્યનું એન્ગેજમેન્ટ એ આધાર પર નક્કી કરી શકે.

ટ્વિટર યુઝર્સને પસંદ આવશે આ ફીચર?

આ નવા ફીચરના સમાચાર વચ્ચે પ્રશ્ન એ જ છે કે ટ્વિટર યુઝર્સને આ નવુ ફીચર પંસદ આવે છે કે નહીં. તે સીધી રીતે એ બતાવે છે કે તમે મહિનામાં કેટલુ ટ્વિટર વાપરો છો. 2019ની એક રિપોર્ટ અનુસાર 10 ટકા ટ્વિટર યુઝર્સ જ 80 ટકા ટ્વિટ કરે છે. આ રિસર્ચ અનુસાર ભારતમાં એક યુઝર મહિનામાં 2 ટ્વિટ કરે છે. છેલ્લા ત્રણ મહિનામાં ટ્વિટરે પોતાના 23.7 કરોડ ડેલી એક્ટિવ યુઝર્સને મોનિટાઈઝ કર્યા છે.

Next Article