Twitter આપી રહ્યું છે કમાણી કરવાની મોટી તક, બસ 600 ફોલોઅર્સથી કરો લાખોમાં કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ

ટ્વિટરની Ticketed સ્પેસમાં, વપરાશકર્તાઓ એક સમયે 1 થી લઈ વધુમાં વધુ 100 લોકોને ઉમેરી શકશે. સાથે જ તમે સ્પેસના પ્રમોશન માટે ઇન-એપ પુશ નોટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ હશે.

Twitter આપી રહ્યું છે કમાણી કરવાની મોટી તક, બસ 600 ફોલોઅર્સથી કરો લાખોમાં કમાણી, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 1:06 PM

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)દ્વારા કમાણી કરવાની મોટી તક આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે નવી Ticketed Spaces અને Super Follows ફીચર ટ્વિટર પરથી લાઈવ કરવામાં આવ્યું છે. તમે આજથી ટ્વિટર સ્પેસ દ્વારા કમાણી કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, હાલની ટ્વિટર સ્પેસ હોસ્ટ દ્વારા, જો તેઓ ઈચ્છે તો, ટિકિટ સાથે ઓફર કરી શકે છે, જેને ટિકિટેડ સ્પેસ (Ticketed Spaces)નામ આપવામાં આવ્યું છે. આ સ્પેસમાં જોડાવા માટે દર્શકોએ પૈસા ચૂકવવા પડે છે.

આ રીતે કરી શકાય કમાણી

Twitter પર કમાણી કરવા માટે, તમારે તમારી Twitter સ્પેસનું મોનિટાઈઝ કરવું પડશે. તે તમને એક એક્સક્લુસિવ અને યૂનીક લાઇવ ઑડિયો અનુભવ આપશે. આ માટે, દર્શકોએ Ticketed Spaces માટે ચૂકવણી કરવી પડશે. આ માટે, હોસ્ટ તેના પોતાના હિસાબે ટિકિટની કિંમત $1 એટલે કે લગભગ રૂ. 74 થી $999 (લગભગ રૂ. 74,433) સુધી રાખી શકે છે.

ટ્વિટરની Ticketed સ્પેસમાં, વપરાશકર્તાઓ એક સમયે 1 થી લઈ વધુમાં વધુ 100 લોકોને ઉમેરી શકશે. સાથે જ તમે તમારા ફોલોઅર્સ સાથે ગાઢ સંબંધ માટે ઈન્ટીમેટ સેટિંગ અપનાવી શકો છો. સ્પેસના પ્રમોશન માટે ઇન-એપ પુશ નોટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો તમે મહિનામાં 30 ટ્વિટર સ્પેસ ટિકિટ કન્વર્ઝન કરો છો, અને લગભગ $20 ની ખૂબ ઓછી કિંમત રાખો છો, તો તમે 100 લોકોના પ્રેક્ષકોમાં દરરોજ $2000 કમાઈ શકશો, જે માસિક ધોરણે લગભગ $60,000 છે (લગભગ 44,64,000) કમાઈ શકશે. આ રકમનો 3 ટકા ટ્વિટરને આપ્યા પછી પણ તમે 43,30,080 રૂપિયા કમાઈ શકશો.

ટ્વિટર પર કેટલો ચાર્જ લાગશે

ટ્વિટર સ્પેસ ટિકિટ અને સુપર ફોલોઅર સબ્સ્ક્રિપ્શનથી થતી કમાણીનો 3 ટકા ટ્વીટરને ચૂકવવો પડશે. પરંતુ જો તમે Twitter સ્પેસમાંથી $50,000 થી વધુ કમાશો, તો Twitter તમારી કમાણીનો 20 ટકા હિસ્સો લેશે.

કોણ હોસ્ટ કરી શકે છે

જો તમે ટ્વિટર પર લાઇવ સેશન એટલે કે ટ્વિટર સ્પેસ હોસ્ટ કરવા માંગો છો, તો તમારી પાસે ઓછામાં ઓછા 600 ફોલોઅર્સ હોવા જોઈએ અને પ્લેટફોર્મનું મોનેટાઈઝ કરવા માટે 1000 ફોલોઅર્સ જરૂરી છે. તે હાલ આ યુએસમાં લાઈવ કરવામાં આવ્યું છે, ટૂંક સમયમાં ટ્વિટર સ્પેટ ટિકિટ ફીચર ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ માટે ટ્વિટર યુઝરે 30 દિવસમાં ઓછામાં ઓછી 3 સ્પેસ હોસ્ટ કરવી પડશે. જે વપરાશકર્તાઓ Twitter Spaces હોસ્ટ કરે છે તેમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

આ પણ વાંચો: Tech News: Jio પાથરશે 16 હજાર કિલોમીટર સબમરીન કેબલ, હાઈ ઈન્ટરનેટ સાથે જોડાશે ભારત અને સિંગાપુર

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Truth Social રાખ્યું નામ

g clip-path="url(#clip0_868_265)">