Twitter Down: ટ્વીટરે લોકોને કર્યા પરેશાન, 18,000થી વધારે યૂઝર્સે કરી આઉટેજની ફરિયાદ

|

Mar 29, 2021 | 11:40 PM

આઉટેજ મોનિટરિંગ વેબસાઈટ Downdetector.com મુજબ હજારો ટ્વીટર યૂઝર્સ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

Twitter Down: ટ્વીટરે લોકોને કર્યા પરેશાન, 18,000થી વધારે યૂઝર્સે કરી આઉટેજની ફરિયાદ

Follow us on

આઉટેજ મોનિટરિંગ વેબસાઈટ Downdetector.com મુજબ હજારો ટ્વીટર યૂઝર્સ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે. Downdetector મુજબ 18,000થી વધારે યૂઝર્સે માઈક્રો-બ્લોગિંગ સાઈટની સાથે મુદ્દાઓની સૂચના આપી અને ઘણા યૂઝર્સે ટ્વીટર પર હેશટેગ #Twitterdownનો ઉપયોગ કરતા આઉડેજ વિશે ફરિયાદ કરી.

 

Reuters મુજબ ઘણા ટ્વીટર હેન્ડલ પર આ વાતની ફરિયાદ કરવામાં આવી છે અને યૂઝર્સે હાલમાં પણ ટ્વીટર પર મુશ્કેલી થઈ રહી છે. ટ્વીટરના યૂઝર્સને એપ (આઈફોન અને આઈઓએસ) અને વેબસાઈટ બંને પર ક્રેશ કરવામાં આવી. અમેરિકી સમય મુજબ યૂઝર્સને 10.30 (ભારતીય સમય મુજબ 8.10 PM) પર મુશ્કેલી પડી રહી હતી. તેની અસર અમેરિકામાં બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને એટલાન્ટા પર વધારે જોવા મળી. ત્યારે ભારતીય યૂઝર્સ માટે યોગ્ય કામ કરી રહ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Downdetectorએ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ સહિત સોર્સેજની એક સીરીઝથી સ્ટેટસ રિપોર્ટને કોલાજ કરી આઉટેજ ટ્રેક કરી છે. આઉટેજ મોટી સંખ્યામાં યૂઝર્સને પ્રભાવિત કરી શકતું હતું. Downdetector.comની વેબસાઈટ મુજબ જે 46 ટકા યૂઝર્સે સાઈટ સુધી પહોંચવાની ફરિયાદ કરી, તેમને પોતાના ડેસ્કટોપના માધ્યમથી પ્લેટફોર્મ પર લોગ ઈન કરવામાં સમસ્યા થઈ. અન્ય 44 ટકા લોકોએ કહ્યું કે ટ્વીટર આઈફોન એપના માધ્યમથી લોગ ઈન કરતા સમયે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

 

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ વોટસએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક ડાઉન થયા હતા અને હવે ટ્વીટર યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમા એ ક્લિયર નથી કે ટ્વીટર પર થયેલી આ મુશ્કેલીનું શું કારણ હતું. ત્યારે ટ્વીટરે અત્યાર સુધી કોઈ અપડેટ આપ્યું નથી.

 

આ પણ વાંચો: તજાકિસ્તાનમાં ઈરાન અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા એસ જયશંકર, ચાબહાર સહિત ઘણા મુદ્દાઓ પર થઈ વાત

Next Article