Twitter એ ભારતમાં ઓસ્ટ્રેલિયન પત્રકાર સીજે વર્લેમેનનું એકાઉન્ટ કર્યું બ્લોક, ટ્વિટરએ આ કાયદાને ગણાવ્યું કારણ

|

Jun 26, 2022 | 9:01 AM

CJ Verleman નું કહેવું છે કે ભારત સરકારના દબાણમાં ટ્વિટરે તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પત્રકાર લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને હિન્દુત્વ વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે.

Twitter એ ભારતમાં ઓસ્ટ્રેલિયન પત્રકાર સીજે વર્લેમેનનું એકાઉન્ટ કર્યું બ્લોક, ટ્વિટરએ આ કાયદાને ગણાવ્યું કારણ
Australian journalist CJ Verleman

Follow us on

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) ભારતમાં ઓસ્ટ્રેલિયન લેખક અને પત્રકાર સીજે વર્લેમેન (C J Werleman)ના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્વિટરે આ પગલું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયની વિનંતી પર ઉઠાવ્યું છે. ઇસ્લામોફોબિયા ઉપરાંત, સીજે વર્લેમેન આતંકવાદ અને સાંપ્રદાયિક સંઘર્ષ જેવા મુદ્દાઓ પર લખે છે. જ્યારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે CJ Verleman એ ટ્વિટરની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા તેમનું કહેવું છે કે ભારત સરકારના દબાણમાં ટ્વિટરે તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પત્રકાર લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને હિન્દુત્વ વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે.

IT એક્ટ હેઠળ એકાઉન્ટ કરાયું બ્લોક

ભારતમાં CJ Verlemanના એકાઉન્ટને બંધ કરવા અંગે ટ્વિટરનું કહેવું છે કે આ એક કાનૂની માગણીના જવાબમાં લેવાયેલું પગલું છે. આ પછી, સીજે વર્લેમેનના ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ટ્વિટર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ દેખાઈ રહી છે. નોટિસમાં ટ્વિટર કહે છે કે CJ Verlemanનું એકાઉન્ટ ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ના પાલનમાં પ્રતિબંધિત છે.

ભૂતપૂર્વ CEO જેક ડોર્સી અને એલોન મસ્કને ટેગ કર્યા

સીજે વર્લેમેને આ નોટિસ પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું. ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી અને ટ્વિટરના નવા ખરીદનાર ઈલોન મસ્કને ટૅગ કરીને તેમણે ટ્વીટ કર્યું, “ટ્વિટર ભારત સરકાર માટે સુરક્ષા રેકેટ તરીકે કામ કરી રહ્યું છે તેનો બીજો પુરાવો.”

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઓસ્ટ્રેલિયન પત્રકાર વિરુદ્ધ થઈ હતી ફરિયાદ

કલિંગા રાઈટ્સ ફોરમનો દાવો છે કે તેણે ઓસ્ટ્રેલિયન પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફોરમ પોતાને ભારતના રાષ્ટ્રીય હિત માટે કામ કરતા કાનૂની સક્રિયતા જૂથ તરીકે વર્ણવે છે. કલિંગા રાઇટ્સ ફોરમે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે વર્લેમેનના “ભારત વિરોધી પ્રચાર” વિરુદ્ધ ફરિયાદો પર કાર્યવાહી કરી હતી.

Next Article