Twitter એ ભારત માટે વિનય પ્રકાશની નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી

|

Jul 11, 2021 | 3:33 PM

ટ્વિટરની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિનય પ્રકાશ એ કંપનીના નિવાસી (RGO)છે. યુઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે.

Twitter એ ભારત માટે વિનય પ્રકાશની નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી
Twitter appoints Vinay Prakash as Resident Grievance Officer India

Follow us on

ટ્વિટર(Twitter) એ ભારત માટે વિનય પ્રકાશને નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. આ માહિતી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવી છે. ભારતમાં નવા માહિતી ટેકનોલોજી (IT) નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે ટ્વિટર સતત વિવાદોમાં રહ્યું છે. નવા આઇટી(IT)નિયમો હેઠળ 50 લાખથી વધુ  યુઝર્સ  ધરાવતી સોશિયલ મીડિયા કંપનીઓએ ત્રણ મહત્વપૂર્ણ નિમણૂંક કરવાની જરૂર છે જેમાં મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારી છે. આ ત્રણ અધિકારીઓ ભારતના નિવાસી હોવા જોઈએ.

જેરમી કેસલ સાથે પ્રકાશનું નામ શામેલ કરવામાં આવ્યું

ટ્વિટર(Twitter) ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિનય પ્રકાશ એ કંપનીના નિવાસી (RGO)છે. યુઝર્સ પેજ પર આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા તેમનો  સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ટ્વિટરનું ભારતીય આ સરનામું , ચોથો માળ, ધ એસ્ટેટ, 121 ડિકન્સન રોડ, બેંગ્લોર -560042 છે. જેની પર પણ સંપર્ક કરી શકાય છે. કંપનીના વૈશ્વિક કાયદા નીતિ નિર્દેશક જેરમી કેસલ સાથે પ્રકાશનું નામ શામેલ કરવામાં આવ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટ્વિટરના આશરે 1.75 કરોડ યુઝર્સ

કેસલ અમેરિકામાં સ્થિત છે. કંપનીએ 26 મે, 2021 થી 25 જૂન, 2021 સુધી તેનો અનુપાલન અહેવાલ પણ પ્રકાશિત કર્યો છે. 26 મેથી અમલમાં મૂકાયેલા નવા આઇટી નિયમો હેઠળ આ બીજી આવશ્યકતા છે. આ અગાઉ ટ્વિટરએ તેમના નિયમો હેઠળ ભારત માટે તેમના વચગાળાના ફરિયાદ અધિકારી ધર્મેન્દ્ર ચટ્ટા નિમણૂંક કરી હતી. જો તેમણે ગત મહિને રાજીનામું આપ્યું હતું. ટ્વિટર પાસે આશરે 1.75 કરોડ યુઝર્સ છે. નવા સોશિયલ મીડિયા નિયમો વિશે ટ્વિટર ભારત સરકાર સાથે ચાલી રહ્યું છે.

આ અગાઉ ટ્વિટરએ દિલ્હી હાઈકોર્ટને 8 મી જુલાઈએ કહ્યું હતું કે તેમણે વચગાળાના અનુપાલન અધિકારીની નિમણૂંક કરી છે. જે ભારતના નિવાસી છે. આ ઉપરાંત કંપનીએ નવા આઇટી નિયમો હેઠળ આઠ અઠવાડિયામાં નિયમિત પોસ્ટ ભરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :  UP population control law : સીએમ યોગીએ નવી વસ્તી નીતિનું વિમોચન કર્યું, કહ્યું સમાજના તમામ વર્ગનું ધ્યાન રખાયું

આ પણ વાંચો : આવી ગયું Bhuj: The Pride Of India નું ટીઝર: સાંભળો અજય દેવગનનો રુંવાડા ઉભા કરી દે તેવો ડાયલોગ 

Published On - 3:30 pm, Sun, 11 July 21

Next Article